કેટલી મિલકતની માલિક છે Sunny Leone? મુબઈમાં છે આલીશાન ઘર અને લકઝરી ગાડીઓની છે શોખીન

શનિવાર, 13 મે 2023 (12:55 IST)
Sunny Leone Net Worth: સની લિયોને વર્ષ 2012માં ફિલ્મ જિસ્મ 2થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 11 વર્ષ પૂરા કર્યા છે. આજે તેનું નામ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે.
 
સની લિયોનનો જન્મદિવસ
સની લિયોન આજે એટલે કે 13મી મેના રોજ પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી હિન્દી ફિલ્મોમાં તમાચો મચાવ્યો છે. અભિનેત્રીએ 'રાગિની એમએમએસ 2', 'એક પહેલી લીલા' અને 'મસ્તીઝાદે' જેવી ઘણી ફિલ્મોથી પોતાની ખાસ ઓળખ બનાવી છે. આવો જાણીએ અભિનેત્રીના જન્મદિવસ પર, તેની કુલ નેટવર્થ કેટલી છે.
સની લિયોનીનો આલીશાન બંગલો  
સની લિયોની પતિ ડેનિયલ વેબર અને પોતાના ત્રણેય બાળકો સાથે મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં સ્થિત એક આલીશાન ફ્લેટમાં રહે છે. આ ઘરમાં દરેક લકઝરી વસ્તુ છે. આ ઘરની કિમંત 19 કરોડની આસપાસ છે. જેને તેમણે પોતાના 36માં જન્મદિવસે ખરીદી હતી. આ ઉપરાંત સનીનો એક ખૂબ જ સુંદર અને લકઝરી બંગલો અમેરિકાના લૉસ એંજિલ્સમાં પણ છે.  
 
સની લિયોનીનુ કાર કલેક્શન 
 
સની લિયોનીને લકઝરી કારોનો ખૂબ શોખ છે. તેમના કાર કલેક્શનની વાત કરીએ તો 1.15 કરોડની મસેરાત ગિબલી, મસેરાત ગિબલી નેરિસિમો, 1.93 કરોડની બીએમડબલ્યુ 7 સીરીજ, 60થી 72 લાખની ઓડી એ5 સેડાન અને 70 લાખની મર્સિડિઝ જીએલ 350 ડી જેવી લકઝરી કારો અભિનેત્રી પાસે છે. ટૂંકમાં સની લિયોનીનુ નામ ફિલ્મ ઈડસ્ટ્રીની ખૂબ જ શ્રીમંત અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર