Asia Cup 2022: એશિયા કપ માટે બધી ટીમો પોતાની તૈયારીઓ પૂરી કરી લીધી છે. દુનિયાભરના ક્રિકેટ ફેંસને આ સમયે એશિયા કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યા બધી ટીમોના ખેલાડી પણ એકદમ તૈયાર છે તો બીજી બાજુ આ ટૂર્નામેંટમાં કમેટ્રી કરવા માટે અનેક દિગ્ગજ ખેલાડી પણ તૈયાર છે. આ દિગ્ગજોમાથી એક નામ ઈરફાન પઠાનનુ પણ છે. પણ એશિયા કપ માટે દુબઈ પહોંચતા પહેલા ઈરફાનની સાથે એયરપોર્ટ પર ઘણો ખરાબ વ્યવ્હાર થયો છે.
ઈરફાન પઠાન સાથે થયો આ વ્યવ્હાર
ઈરફાન પઠાણ એશિયા કપની કોમેન્ટ્રી પેનલમાં ભાગ લેવા માટે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. ત્યાંથી તે દુબઈ જવા રવાના થવાનો હતો. ઈરફાન અને તેના પરિવારને વિસ્તારાના ચેક-ઈન કાઉન્ટર પર કલાકો સુધી ઊભા રાખવામાં આવ્યા હતા. તેણે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા આ આરોપો લગાવ્યા છે. ઈરફાનનો પરિવાર પણ તેની સાથે હતો. ઈરફાન 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપની કોમેન્ટ્રી પેનલમાં પણ સામેલ છે.