Asia Cup 2022 પહેલા ભારતીય ટીમનો થશે ફીટનેસ ટેસ્ટ, BCCI એ કહ્યુ NCA પહોચો

શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (16:43 IST)
BCCI એ એશિયા કપ 2022 (Asia Cup 2022) માટે રોહિત શર્મા(Rohit Sharma)ની કપ્તાની હેઠળ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. હવે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે UAE જવાની તૈયારી કરી રહી છે. જોકે, આ પ્રવાસ પહેલા ટીમના તમામ ખેલાડીઓએ NCAમાં પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. બોર્ડે રોહિત શર્મા અને તેની ટીમને આ ફિટનેસ ટેસ્ટ માટે 20 ઓગસ્ટ સુધીમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) પહોંચવાનું કહ્યું છે. આ ટેસ્ટ બધા માટે ફરજિયાત છે
 
એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થશે અને ભારત 28 ઓગસ્ટ એટલે કે રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયા 23 ઓગસ્ટે UAE જવા રવાના થશે.
 
આ ટૂર્નામેન્ટ માટે પસંદ કરાયેલા મોટાભાગના ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પછી આરામ પર છે, જ્યારે આ દિવસોમાં ટીમ ઈન્ડિયા કેએલ રાહુલના નેતૃત્વમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર વનડે શ્રેણી રમી રહી છે. આ પણ વાંચો - હું કેપ્ટનની સરખામણી કરતો નથી, દરેકની સ્ટાઈલ અલગ હોય છે, રોહિત શર્માને થોડો સમય આપવો જોઈએઃ સૌરવ ગાંગુલી
 
ઈનસાઈડ સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર, તમામ ખેલાડીઓ 20 ઓગસ્ટે અહીં પહોંચશે અને ત્યાર બાદ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં એક નાનો ફિટનેસ કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ પછી ટીમ 23 ઓગસ્ટે દુબઈ જવા રવાના થશે.
 
ઉ લ્લેખનીય છે કે  BCCIએ આ ટૂર્નામેન્ટ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આમાંથી ત્રણ ખેલાડીઓ આ કેમ્પનો ભાગ બની શકશે નહીં. કારણ કે તેઓ આ દિવસોમાં ઝિમ્બાબ્વેમાં વનડે શ્રેણી રમી રહ્યા છે. આ ખેલાડીઓ છે- વાઇસ કેપ્ટન કેએલ રાહુલ, દીપક હુડ્ડા અને અવેશ ખાન.
 
એશિયા કપમાં ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટમેન), દિનેશ કાર્તિક (વિકેટેઇન), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર