ઈપીએફ સભ્ય હવે મહામારીના દરમિયાન વિત્તીય જરૂરિયાત પૂરી કરવા માટે બીજા Covid-19 એડવાંસનો લાભ ઉપાડી શકે છે. તેના માટે તમે કેટલી રકમ કાઢી શકો છો? ક્લેમ ઑફલાઈન કે ઑનલાઈન? મોબાઈલથી ક્લેમ થઈ શકે છે કે નહી? એવા ઘણા પ્રશ્નો તમારા મનમાં પણ હશે. આવો આ પ્રશ્નોના જવાબ જાણો જેઁણે EPFO એ તેમની વેબસઈટ પર આપ્યુ છે. કોવિડ -19 સામે લડવાની આ નવી જોગવાઈ હેઠળ હું મારા ઇપીએફ એકાઉન્ટમાંથી કેટલી રકમ ઉપાડી શકું છું અને શું મારે આ રકમ પરત કરવી પડશે?
તમે તમારા બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થાના ત્રણ મહિના અથવા તમારા ઇપીએફ ખાતામાં જમા કરેલી રકમના 75% જેટલી રકમ કાઢી શકો છો, તે રકમ નૉન રિફંડેબલ છે. EPF ખાતામાં જમા થયેલી રકમમાં,
કર્મચારીનો હિસ્સો, એમ્પ્લોયરનો હિસ્સો અને તેના પરની વ્યાજની રકમ છે. કારણકે આ નૉન રિફંડેબલ છે તેથી આ રકમ પરત કરવામાં આવશે નહીં.
હું આ રકમનો દાવો કેવી રીતે કરી શકું? શું મારે ક્લેમ ફોર્મ EPFO ઑફિસમાં સબમિટ કરવાની છે?
જવાબ: જો તમારું યુએન બેંક ખાતાના આધાર અને કેવાયસી સાથે ચકાસેલું છે અને તમારો મોબાઇલ નંબર તમારા યુએએન સાથે સીડ કરેલો છે, તો પછી તમે અન્ય તમામ એડવાન્સિસની જેમ મેળવી શકો છો,
આ એડવાન્સ ક્લેમ ઑનલાઇન પણ ફાઇલ કરી શકાય છે.
હું ઑનલાઈન ક્લેમ ક્યાં અને કેવી રીતે ફાઇલ કરી શકું?
જવાબ- www.epfindia.gov.in વેબસાઈટના હોમ પેજ “COVID-19 ટેબ હેઠળ ઉપરના જમણા ખૂણામાં, એડવાંસ ક્લેમ ફાઇલ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.