નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી, 1400થી વધુ અંક પણ

Webdunia
મંગળવાર, 23 મે 2023 (11:37 IST)
ઓલંપિક ચેમ્પિયન નીરજ ચોપડાએ વર્લ્ડ એથલેટિક્સ દ્વારા રજુ જૈવલિન થ્રો રૈકિંગમાં પહેલુ સ્થાન પ્રાપ્થ કર્યુ છે.  કરિયરમાં પહેલીવાર તેઓ વર્લ્ડના નંબર 1 ખેલાડી બન્યા છે. ચોપડા 1455 અંકો સાથે ટોચ પર છે.  તેઓ ગ્રેનાડાના વર્લ્ડ ચૈમ્પિયન એંડરસ્ન પીટર્સ  (1433) થી 22 અંક આગળ રહ્યા.  ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ચેક રિપબ્લિકના જેકોબ વાડલેજ 1416 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ચોપરા (25) ગયા વર્ષે 30 ઓગસ્ટે વિશ્વમાં નંબર 2 પર પહોંચી ગયો હતો, પરંતુ ત્યારથી તે પીટર્સને પાછળ છોડી શક્યો ન હતો.

નીરજ ચોપરાએ પણ વર્તમાન સિઝનની શરૂઆત શ્રેષ્ઠ રીતે કરી છે. તેણે દોહામાં યોજાયેલી ડાયમંડ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નીરજે 88.67 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરા ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ ઝ્યુરિચમાં ઉતર્યા હતા અને ત્યારબાદ 89.63 મીટરની બરછી ફેંકીને ડાયમંડ લીગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેઓ હવે નેધરલેન્ડ્સમાં 4 જૂને ફેની બ્લેન્કર્સ-કોએન ગેમ્સમાં ભાગ લેશે.

પોતાના પ્રદર્શન અંગે નીરજ ચોપરાએ ભૂતકાળમાં કહ્યું હતું કે તે પેરિસ ઓલિમ્પિક સુધી પોતાની રમત ચાલુ રાખવા માંગે છે. આગામી ઓલિમ્પિક 2024માં યોજાવાની છે. ડાયમંડ લીગમાં જીત બાદ તેણે કહ્યું હતું કે હું મારા પ્રદર્શનથી ખુશ છું. અહીં પ્રદર્શન કરવું દરેક માટે પડકાર હતું, પરંતુ હું રમતને આગળ લઈ જવા માંગુ છું.

સંબંધિત સમાચાર

Next Article