નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, લૌઝેન ડાયમંડ લીગ જીતનાર પ્રથમ ભારતીય બન્યા, જુઓ VIDEO

શનિવાર, 27 ઑગસ્ટ 2022 (12:07 IST)
ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ શુક્રવારે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. નીરજ ડાયમંડ લીગ મીટનું લોઝાન સ્ટેજ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. આ સાથે તે 7 અને 8 સપ્ટેમ્બરે જ્યુરિચમાં ડાયમંડ લીગની ફાઇનલમાં પણ પહોંચી ગયો છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય છે. આ સાથે તેણે 2023માં હંગેરીના બુડાપેસ્ટમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાય કર્યું છે
 
24 વર્ષીય નીરજ ચોપરાએ આ ખિતાબ હાંસલ કરવાના પ્રથમ પ્રયાસમાં જ 89.08 મીટર દૂર બરછી ફેંકી હતી. આ તેની કારકિર્દીનો ત્રીજો શ્રેષ્ઠ પ્રયાસ છે. ઈજાના કારણે તે બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો નહોતો. હરિયાણાના પાણીપતના રહેવાસી ચોપરા ડાયમંડ લીગ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. ચોપરા પહેલા, ડિસ્કસ થ્રોઅર વિકાસ ગૌડા ડાયમંડ લીગ મીટમાં ટોચના ત્રણમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર