Maharashtra Assembly Elections - મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર મહાયુતિને પૂર્ણ બહુમતી મળી છે, પરંતુ હજુ સુધી સીએમ પદના નામ પર અંતિમ મહોર લાગી નથી. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ભાજપ અને આરએસએસ મુખ્યમંત્રી પદને લઈને અલગ-અલગ મત ધરાવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર RSSએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની વાત કરી છે. તેમણે જ્ઞાતિના સમીકરણોના આધારે સીએમ ચહેરાની સંભાવનાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. ભાજપે સીએમ પદ માટે અન્ય દાવેદારોના નામ આગળ કર્યા છે. તેના પર સંઘનું કહેવું છે કે એકનાથ શિંદે અને અજિત પવાર બંને મરાઠા સમુદાયના છે. આવી સ્થિતિમાં મરાઠા સીએમનો આગ્રહ રાખવાનું કોઈ નક્કર કારણ નથી.