શુ તમારી સેક્સ લાઈફ બોરિંગ થઈ ગઈ છે તો આ ટિપ્સ અજમાવો

Webdunia
બુધવાર, 18 જુલાઈ 2018 (20:20 IST)
દાંપત્ય જીવનને ખુશહાલ બનાવવા માટે તમારુ ખુશ રહેવુ જરૂરી છે. જો તમે ખુશ નહી રહો તો તેની અસર તમારા દાંમ્પત્ય જીવન પર પડશે.  આવામાં સુખી લગ્નજીવનમાં સેક્સનુ મહત્વનુ સ્થાન હોય છે. પણ મોટાભાગના કપલ્સ સેક્સને ફક્ત શરીરની ભૂખ માને છે અને ધીરે ધીરે તેમની સેક્સ લાઈફ બોરિંગથી ભરાય જાય છે. સેક્સ દરમિયાન ફોરપ્લેનુ ખૂબ મહત્વપુર્ણ સ્થાન છે. ફોરપ્લે દ્વારા તમારા સેક્સ લાઈફમાં નવીનતા આવે છે. સાથે જ તમારા સંબંધ પ્રગાઢ બને છે. 
 
પુરૂષ જો ઈચ્છે તો મહિલાને ફોરપ્લેના માધ્યમથી ચરમ સીમા સુધી પહોંચાડી શકે  છે. મહિલાઓ સેક્સ પછી પણ પોતાના પાર્ટનરનો સાથ ઈચ્છે છે.  મહિલાઓની સેક્સ ચેતના ખૂબ જ ઊંડી અને માનસિક હોય છે. મહિલાઓ ઈચ્છે છેકે પાર્ટનર તેને ત્યા સુધી જકડી રાખે જ્યા સુધી તે પોતે તુપ્ત ન થઈ જાય. આવુ કરવાથી મહિલાને અપાર ચરમ સુખ અને સંતુષ્ટિ મળે છે. 
 
કામક્રીડા કે ફોરપ્લેના માધ્યમથી મહિલાના નાજુક અંગોને છેડીને તેમા સેક્સની ચેતના ભરપૂર માત્રામાં જાગૃત કરી શકો છો. સાથે જ જે પુરૂષ સેક્સ દરમિયાન ફોરપ્લે કરે છે. મહિલાઓ તેમનો સાથ કાયમ ઈચ્છે છે અને તેમની પોતાના પાર્ટનરના બાહુપાશમાંથી નીકળવાની ઈચ્છા થતી નથી. 
 
મહિલાઓમાં ઉત્તેજના મોટાભાગના પુરૂષ ફોટો જોઈને કે સ્પર્શ અને કલ્પના કરવાના માત્રથી ઉત્તેજીત થઈ જાય છે. અર્થાત પુરૂષ શીઘ્ર ઉત્તેજીત થઈ જાય છે પણ મહિલાઓ એટલી જલ્દી ઉત્તેજીત થતી નથી. મહિલાઓને ઉત્તેજીત થવા માટે યોગ્ય વાતાવરણ, સમય અને કામક્રીડાની જરૂર હોય છે. મહિલાને ઉત્તેજીત થવાના સમયને પુરૂષ પોતાના ફોરપ્લે સાથે મેંટેન કરી શકે છે. 
 
ઉતાવળ કે ફક્ત શરીરની જરૂરિયત પુરી કરવા માટે જલ્દીમાં થોડીક મિનિટોની કશમકશ પછી મોઢુ ફેરવીને સૂઈ જવાથી તમારી પત્ની કે પાર્ટનરના મનમા સેક્સ પ્રત્યે અરૂચિ ઉભી થાય છે. સેક્સનો ભરપૂર આનંદ ઉઠાવવા માટે સેક્સ પહેલા અને પછી ફોરપ્લે જરૂરી છે. કામક્રીડા મહિલા અને પુરૂષ બંનેના મનમાં ઉત્સાહ જગાવે છે. ફોરપ્લે કરવાથી મહિલા અને પુરૂષ બંનેની કામગ્રંથિયો સંપૂર્ણ રીતે ખુલીને ક્રિયાશીલ થઈ જાય છે.  

સંબંધિત સમાચાર

Next Article