મોટાભાગે જ્યારે બે લોકો એકબીજાના નિકટ આવે છે તો સંબંધ બનાવતી વખતે એક બીજાને લવ બાઈટ આપે છે. કેટલાક લોકોને આ પસંદ છે તો કેટલાકને નહી. પાર્ટનર સાથે ઈંટિમેટ થતી વખતે લવ બાઈટ્સ આપવા સામાન્ય વાત છે. એક્સાઈટમેંટ વધારવા અને પાર્ટનરને વધુ ઈંવોલ્વ કરવા માટે લવ બાઈટ્સ કે હિક્કી કરવામાં આવે છે. પણ શુ તમને ખબર છે કે આ તમારા આરોગ્ય માટે હાનિકારક બની શકે છે.
1. ઓરલ હર્પીસ વાઈરસ
જો તમારા પાર્ટનરને ઓરલ હર્પીસ છે અને આવામાં તે તમને લવ બાઈટ આપે છે તો તમારી સ્કિનમાં પણ આ વાઈરસ ફેલાય શકે છે. આ વાયરસમાં મોઢાની આસપાસ જેવા કે હોઠ, જીભ, દાંત પાસે અને અંદર ગાલ તરફ ઘા થાય છે. જેને પણ આ વાયરસ હોય તે લવ બાઈટ આપવુ એવોઈડ કરે.
2. આયરનની કમી - જો તમારી ડાયેટમાં આયરનની કમી છે તો તમારા ખૂબ જલ્દી લવ બાઈટના નિશાન છપાય જાય છે. આ નિશાનનો કોઈ ઈલાજ નથી. નેશનલ હાર્ટ, લંગ્સ અને બ્લડ ઈંસ્ટીટ્યુટમાં થયેલ એક અભ્યાસ મુજબ જ્યારે વ્યક્તિના લોહીમાં પર્યાપ્ત લાલ રક્ત, સફેદ કોશિકાઓ અને પ્લેટલેટ નથી હોતો ત્યારે તેને એનીમિયા થઈ શકે છે. લવ બાઈટમાં લાલ લોહીના થક્કા જામી જવા પણ આ બતાવે છે. એનીમિયાથી બચવા માટે બસ તમારી ડાયેટમાં પત્તેદાર શાકનો સમાવેશ કરો.