ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામ પર ગઈકાલથી ચાલી રહેલ સસ્પેંસ આજે ખતમ થયુ છે અને હંમેશાની જેમ જેના વિશે કોઈએ ક્યારેય વિચાર્યુ નહી હોય એવુ નામ જાહેર કરીને નરેન્દ્ર મોદીએ એકવાર ફરી સરપ્રાઈઝિંગ એલિમેન્ટ જાળવી રાખ્યો. ગુજરાતના નવા સીએમ તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. માત્ર 12 ધોરણ પાસ ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે. તો ચાલો જાણીએ કોણ છે ગુજરાતના નવા કિંગ
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં નવા મુખ્ય મંત્રીને લઈને શનિવારથી શરૂ થયેલા સસ્પેન્સનો રવિવારે અંત આવી ગયો છે. ભાજપે પાંચ વર્ષ બાદ પાટીદાર નેતાને મુખ્ય મંત્રીપદે બેસાડ્યા છે.
અમદાવાદના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમને આનંદીબહેન પટેલની નજીક માનવામાં આવે છે, એટલે સુધી કે તેઓ આનંદીબહેનની પરંપરાગત ઘાટલોડિયા (અમદાવાદ) બેઠક પરથી ધારાસભ્ય છે.
તેઓ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા છે અને હવે મુખ્ય મંત્રી બની ગયા છે. 2017માં એવી ચર્ચા હતી કે આનંદીબહેનનાં પુત્રી અનારબહેનને તેમનાં માતાની બેઠક મળશે, પરંતુ અંતે ભૂપેન્દ્ર પટેલના નામ ઉપર કળશ ઢોળાયો હતો.
ભૂપેન્દ્ર પટેલ અગાઉની ઘાટલોડિયા નગરપાલિકાના અધ્યક્ષ હતા અને અમદાવાદની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન રહી ચૂક્યા છે અને ઔડા (અમદાવાદ એરિયા ડેવલપમૅન્ટ ઑથૉરિટી)ના ચૅરમૅનપદે પણ રહી ચૂક્યા છે.
વિવાદ ન થાય તે માટે વિદાય લેનારા મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા જ તેમના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
ગુજરાતની 182માંથી 71 બેઠક પર પાટીદાર નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને તેમની વસતિ 15 ટકા આસપાસ છે. એટલે જાતિગત બાબતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ જણાય છે.
- ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના નેતા છે, તેઓ એક મુદુભાષી અને સૌમ્ય સ્વભાવના છે
- તેમણે 2017માં પહેલી જ ચૂંટણીમાં જંગી મતથી ચૂંટણી જીતીને ગુજરાતમાં સૌથી મોટી લીડ મેળવી હતી
- ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા અને જંગી સરસાઈથી જીત્યા
- તેઓ મેમનગર નગરપાલિકાના ચેરમેન બન્યા અને તે પછી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન બન્યા
- ગુજરાતના નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલે મેમનગર નગરપાલિકાના ચેરમેનથી રાજકીય સફર શરૂ કરી
અમદાવાદ મ્યુનિ.ની સ્ટે. કમિટિના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે ભૂપેન્દ્ર પટેલ