Weather Update- રાજ્યમાં ઠેર ઠેર વરસાદ, 30 મે સુધી વરસાદની આગાહી

Webdunia
સોમવાર, 29 મે 2023 (11:51 IST)
ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે મહેસાણાના બહુચરાજીમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ બનાસકાંઠાના દાંતામાં 2.2 ઈંચ વરસાદ ખાબક્યો સાથે  અમદાવાદ શહેરમાં પણ 2.1 ઈંચ વરસાદ વરસ્યો છે. 
 
અમદાવાદમાં ગઈકાલે સરેરાશ 2 ઈંચ વરસાદ વરસ્યો
આગામી 2 દિવસમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
રાજ્યમાં ચોમાસાની જાણે શરૂઆત થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. 

સંબંધિત સમાચાર

Next Article