જાલના દુર્ઘટના બસ અને ટ્રક અથડાઈ 5 ની મોત 14 ઈજાગ્રસ્ત

શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024 (13:41 IST)
મહારાષ્ટ્રાના જાલનામાં શુક્રવારે એક ભયંકર દુર્ઘટના થઈ જેમાં એક બસ અને આઈશર ટ્રક અથડાયા પરિણામાસ્વરૂપ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત જાલનાના અંબડથી 10 કિલોમીટર દૂર વાડીગોદ્રી રોડ પર શાહપુર પાસે સવારે થયો હતો 
 
જણાવી રહ્યુ છે કે ગેવરાઈથી અંબડ જઈ રહી બસની ટક્કર સામે થી આવી રહ્યા આઈશર ટ્રકથી થઈ. જે મોસંબી લઈ જઈ રહ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.બસનો આગળનો ભાગ સંપૂર્ણ તૂટી ગયો હતો અને ટ્રક પલટી મારી ગઈ હતી.
 
અકસ્માત સમયે બસમાં 20 થી 30 મુસાફરો હતા. માહિતી મળતા જ પોલીસ અને સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગ્રામજનોની મદદથી ઘાયલોને અંબાડ શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
 
કરવામાં આવેલ છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે અથડામણ પછી પરિસ્થિતિ ખૂબ જ ડરામણી હતી અને ત્યાં ચીસો પડી રહી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર