Weather update- 45 ડિગ્રીએ પહોંચી શકે છે : કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત

શુક્રવાર, 12 મે 2023 (07:36 IST)
Weather update- હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે 13 મે પછી લોકોને ગરમીથી થોડી રાહત મળે તેવી શક્યતા છે.
 
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી ચેતવણી મુજબ આણંદ, સુરત, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છના કેટલાક ભાગોમાં ગરમીની સ્થિતિ પ્રવર્તી રહી છે અને શુક્રવારે પણ આ વિસ્તારોમાં ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા છે.
 
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી કાળઝાળ ગરમી યથાવત્ રહી છે. આજે ૧૨ શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો હતો. 44  ડિગ્રી સાથે અમરેલી-પાટણમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં 43.7 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડશે. આ પછીના ૩ દિવસમાં મહત્તમ તાપમાનમાં તબક્કાવાર 2-3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.
 
હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે 13 મે પછી લોકોને ગરમીથી થોડી રાહત મળે તેવી શક્યતા છે.
 
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી ચેતવણી મુજબ આણંદ, સુરત, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છના કેટલાક ભાગોમાં ગરમીની સ્થિતિ પ્રવર્તી રહી છે અને શુક્રવારે પણ આ વિસ્તારોમાં ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા છે.
 
વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર