અમદાવાદમાં સતત બીજા દિવસે 41 ડિગ્રીએ ગરમીનો પારો રહ્યો હતો. 14 અને 15 એપ્રિલે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે.ગરમ-સૂકા પવનોની અસરથી આ ઉનાળામાં પહેલીવાર અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી છે. વધતી જતી ગરમી વચ્ચે માવઠાના વધુ એક રાઉન્ડનું સંકટ હજુ યથાવત્ છે. 12 અને 14 એપ્રિલના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
કાલે 39 ડિગ્રીથી વધારે ગરમી નોંધાઇ તેમાં ગાંધીનગર, અમરેલી, રાજકોટ, વડોદરા, જુનાગઢ, દાહોદ, સુરતનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નથી.