ગુજરાતના વિકાસને ગાંડો કરનાર સાગર હવે હાર્દિકની ટીમમાંથી હાંકી કઢાયો

Webdunia
મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (12:04 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ ‘વિકાસ ગાંડો થયો છે’નું સુત્ર આપનાર અમદાવાદના સાગર સાવલિયાને પાટીદાર અનામત આંદોલન સમિતીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે.  રવિવારે થયેલી સોશિયલ મીડિયા સેલ મીટિંગમાં તેને બોલાવવામાં નહોતો આવ્યો. જ્યારે સાગરને આ વિષે પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, હવે તે પાટીદાર સમિતીનો ભાગ નથી.

સાગરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર રોષ વ્યક્ત કરતાં લખ્યું છે કે, જે પણ હાર્દિક વિરુદ્ધ બોલે છે તેને ભાજપની વ્યક્તિ માની લેવામાં આવે છે. હું કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલો નથી, પરંતુ હાર્દિકે યાદ રાખવું જોઈએ કે તે પોતે પણ ભાજપ સાથે જોડાયેલો હતો. સાવલિયા જણાવે છે કે, ભાજપના ગુજરાતના વિકાસ મોડલ પર પ્રહાર કરતા વિકાસ ગાંડો થયો છે મીમની પાછળ હું હતો. પરંતુ હવે હું હાર્દિકની પારદર્શિતા પર સવાલ કરી રહ્યો છું. આ પહેલા પણ જ્યારે હાર્દિકે કોંગ્રેસનું સમર્થન કરવાની જાહેરાત કરી હતી ત્યારે પણ સાગરે હાર્દિક સામે સવાલ ઉઠાવ્યા હતા.સાગરે જણાવ્યું કે, હું સાયબર ટીમનો હેડ હતો અને પાસ નેતાઓએ ઘણી વાર મારું નામ પણ મેન્શન કર્યું છે. મેં હાર્દિક સામે સવાલ ઉઠાવ્યા તે કારણે કદાચ મારા પર પગલાં લેવામાં આવ્યા હોઈ શકે. જે લોકો હાર્દિકના કામ પર સવાલ ઉઠાવે છે, ઉદાહરણ તરીકે વરુણ પટેલ તેમને પાસમાંથી કાઢી મુકવામાં આવે છે.આ આરોપો પર હાર્દિક પટેલે  જણાવ્યું કે, સાગર હેડ નહોતો. તેણે મારી સામેના અંગત વાંધાને કારણે પ્રશ્નો ઉઠાવાવના શરુ કર્યા હતા. હું આગામી દિવસોમાં મારી ટીમને વધારે મજબૂત બનાવીશ.
 

સંબંધિત સમાચાર

Next Article