દિવાળી પહેલાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે

Webdunia
ગુરુવાર, 13 ઑક્ટોબર 2022 (17:17 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજ્યમાં તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. રાજકીય પક્ષો અલગ-અલગ રીતે મતદારોને રીઝવવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસની રાજનીતિને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિવાળી પહેલા કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ જશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આ વખતે ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓના આંટાફેરા સતત વધી ગયા છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની ચાર યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરાઈ નથી.આ વચ્ચે ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી પહેલા કોંગ્રેસના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર થશે. કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીનો બેઠકોનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. બે દિવસમાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપી દેવાશે. કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી 15 ઓક્ટોબરની આસપાસ જાહેર થઈ શકે છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસની પ્રથમ યાદીમાં 50 જેટલા ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. જોકે, આ અંગે કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કોગ્રેસ દ્વારા દાવેદારોની અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 182 બેઠકો માટે જુદા-જુદા વિસ્તારોમાંથી 900થી વધુ નેતાઓ-આગેવાનોએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી. આ મામલે થોડા દિવસ અગાઉ ગુજરાત કોંગ્રેસના પ્રભાવી રઘુ શર્માએ મહત્વનું નિવદેન આપ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article