રાજકોટ એઈમ્સ ટેલીમેડિસીન અને ઈ ઓપીડી શરૂ કરીને સમગ્ર દેશને ઉદાહરણ પુરું પાડી શકે છેઃ કેન્દ્રીય મંત્રી

Webdunia
સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (10:42 IST)
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે રાજકોટ એઈમ્સના પરાપીપળિયા-ખંઢેરી ખાતેના મુખ્ય કેમ્પસની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે વૃક્ષારોપણ કર્યુ હતું અને એઈમ્સની વિવિધ સુવિધાઓની સમીક્ષા કરી હતી.
 
રાજકોટ એઈમ્સની મુલાકાત દરમિયાન મનસુખ માંડવિયાએ સંબંધિત અધિકારીઓ સાથે મીટિંગ યોજીને રાજકોટ એઈમ્સની પૂર્ણ થયેલી અને બાકી રહેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી. આ દરમિયાન તેમણે અધિકારીઓને રાજકોટ એઈમ્સની ઓપીડી માટેના આવશ્યક ઈક્વિપમેન્ટ્સની યોગ્ય રીતે સપ્લાઈની વ્યવસ્થા પર દેખરેખ રાખવા સૂચના આપી હતી.
મનસુખ માંડવિયાએ આ સાથે એક સૂચન પણ આપ્યું હતું કે રાજકોટ એઈમ્સ દ્વારા ઈ મેડિસીન અને ઈ ઓપીડીની સુવિધા શરૂ કરવામાં આવે. તેમણે કહ્યું કે રાજકોટ એઈમ્સ આ પ્રકારની સુવિધા શરૂ કરીને એક ઉદાહરણ સમગ્ર દેશ માટે પુરું પાડી શકે છે. તેમણે કહ્યું હતું કે ટેલીમેડિસીનની સુવિધા એટલા માટે શરૂ કરવી જોઈએ કે જે લોકો રાજકોટ એઈમ્સમાં આવી શકતા નથી અને ખૂબ દૂર રહે છે તેમને પણ જો ઈ મેડિસીન અને ઈ ઓપીડીની સુવિધા મળે તો તેમને આવવાજવાનો ખર્ચ પણ બચશે અને તેઓને સ્વાસ્થ્ય માટે જરૂરી માર્ગદર્શન અને સારવાર પણ ઉપલબ્ધ થઈ શકશે. આ સાથે તેમણે અધિકારીઓને ઈ સુશ્રુત સેવાનો વ્યાપ વધારવા માટે પણ સૂચના આપી હતી.
 
મનસુખ માંડવિયાએ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં એમ પણ જણાવ્યું હતું કે હોસ્પિટલ બિલ્ડિંગનું ડિસેમ્બરમાં ઉદઘાટ્ન કરવાનું આયોજન છે, તેથી તેના માટેની બાકીની કામગીરી સુયોગ્ય રીતે અને ઝડપથી પૂર્ણ કરવામાં આવે. આ ઉપરાંત તેમણે  રાજકોટ એઈમ્સને સંબંધિત કોઈપણ બાકી કામગીરીમાં કોઈપણ સ્થાપિત હિતો એજન્સી તરીકે ન પ્રવેશે એની તાકિદ પણ કરી હતી.એમણે ઉમેર્યું કે આનથી એક પારદર્શતા એઈમ્સની સમગ્ર કામગીરીમાં જળવાઈ રહેશે.
 
મનસુખ માંડવિયાએ રાજકોટ એઈમ્સની આ પ્રથમવાર મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે એઈમ્સના જુદા જુદા વિભાગોનું નિરીક્ષણ પણ કર્યુ હતું

સંબંધિત સમાચાર

Next Article