Jivantika maa temple: જીવંતિકા મંદિર માતાજીને ધરાવાય છે પિત્ઝા-બર્ગર - આ મંદિરમાં પ્રસાદમાં પિજ્જા, બર્ગર પાણીપુરી મળે છે

Webdunia
ગુરુવાર, 8 ઑગસ્ટ 2024 (18:38 IST)
jivantika maa temple rajkotગુજરાતના રાજકોટમાં બાળકોનો એક પ્રિય મંદિર છે. આ મદિરમાં એવુ માનવમા આવે છે કે જીવંતિકા માતાનુ આ સ્થાન 150 વર્ષ જૂનુ છે.  ત્યારે રાજકોટના રજપુતપરામાં જીવંતિકા માતાનું એક અનોખું મંદિર આવેલું છે. અહીં પ્રસાદરૂપે માતાજીને ભોગમાં પાણીપુરી, પિઝા અને હોટડોગ સહિતનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
 
આ મંદિરની એવી માન્યતા છે કે જીવંતિકા માતા સંતાનોની રક્ષા કરે છે. તેમજ તેમની મુશ્કેલીઓ દૂર કરે છે એટલે ક મહિલાઓ પોતાના સંતાન માટે જીવંતિકા માતાનુ વ્રત રાખે છે. એટલે જ આ મંદિરમાં બાળકોની પ્રિય ખાવાની વસ્તુઓ ધરાવવામાં અવએ છે. બાળકોની પ્રિય વાનગી માતાજીને ધરાવવાથી માતાજી પણ ખુશ થાય છે. 
jivantika temple rajkot social media
આ મંદિરમાં વર્ષોથી કોઈ પણ ફંડ કે ફાળો ઉઘરાવવામાં આવ્યો નથી. અહીં લોકો સામેથી જે પણ દાણ આપી જાય છે. તે દાનની રકમ પુજારી ક્યારે નથી રાખતા. તે દાનની રકમથી ઝૂપડપટ્ટીના બાળકો માટે, સરકારી શાળાઓમાં, મંદબુદ્ધિના બાળકોની શાળામાં ભોજન માટે ખર્ચ કરવામાં આવે છે.  
 
જીવંતિકા માતાની માનતા વિદેશમાં વસતા પરિવારો પણ રાખે છે અને માનતા પુરી થયા બાદ અહીં વિદેશથી ચોકલેટ, બિસ્કિટના પાર્સલ મોકલવામાં આવે છે. જે માતાજીને ધરાવી પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે. મંદિરમાં રોજ અલગ અલગ પ્રસાદ ધરવામાં આવે છે. અહીં ભકતો પાણીપુરી, ચોકલેટ, પિઝા, કોલ્ડ્રીંકસ ધરાવે છે. જીવંતિકા માતાના દર્શન ભકતો ઘર બેઠા ઈન્ટરનેટના માધ્યમથી પણ કરી શકે છે.

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

Next Article