Online Shopping Fraud - બોગસ વેબસાઇટથી 2 ઠગે 200થી વધુ લોકોને છેતર્યા, ઓનલાઇન શોપિંગ કૌભાંડમાં એકથી વધુ વેબસાઇટ બનાવી હતી

Webdunia
શનિવાર, 29 જાન્યુઆરી 2022 (10:09 IST)
બોગસ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ બનાવી વડોદરાની મહિલાઓના નંબર લખી છેતરપીંડી કરનારા આણંદ અને વલસાડના આરોપીઓના રિમાન્ડ દરમિયાન તેમને 200થી વધુ લોકો સાથે છેતરપીંડી કરી હોવાનું ખુલ્યું છે. જ્યારે આરોપીઓ એક થી વધુ વેબસાઈટ બનાવીને તેના દ્વારા છેતરપીંડી કરતા હતા.

સાઇબર ક્રાઇમની તપાસમાં આ છેતરપીંડી આચરવામાં મુખ્ય માસ્ટર માઈન્ડ નિકુંજ દવે (રહે. માનસીનગર, ધરમપુર રોડ, અબ્રામા, વલસાડ) વેબસાઈટના એકાઉન્ટ હોલ્ડર ગૌરવ કિરીટભાઇ બ્રહ્મભટ્ટ (રહે. હરીઓમનગર, જીતોડિયા બસ સ્ટેન્ડ પાસે, આણંદ)ને 5 ટકા કમીશન આપતો હતો. જ્યારે નિકુંજ દવે સુરતના અબુ અઝહર નામના વ્યક્તિ સાથે વેબસાઈટ બનાવડાવતો હતો,તેનું થોડા દિવસ પહેલા રોડ અકસ્માતમાં મૃત્યું નિપજ્યું છે.જોકે આરોપીઓ એક થી વધુ વેબસાઈટ બનાવી તેના આધારે છેતરપીંડી કરતા હોવાથી બીજા કેટલા લોકો આ ગુનામાં સંડોવાયેલા છે તેની તપાસ પોલીસ કરી રહી છે.

અટલાદરા વિસ્તારમાં રહેતા અને આઇટી કંપનીમાં એન્જીનિયર તરીકે નોકરી કરતા ધવલ પટેલની પત્નીનો મોબાઇલ નંબર કોઇએ શોપિંગ વેબસાઇટ બ્લિઝશોપ. લાઇવ પર કોન્ટેક્ટ નંબર તરીકે મુક્યો હતો. જેથી આ વેબસાઇટ પરથી ખરીદી કરી વસ્તુની ડિલિવરી નહીં થતાં ગ્રાહકો તેમના પત્નીને ફોન કરી રહ્યા હતાં. તેઓ વારંવાર ફોન આવતા હેરાન પરેશાન થઇ ગયા હતાં. ત્યા સુધી કે લોકો તેમના પત્નીને વોટ્સએપ મેસેજ કરીને વસ્તુ કેમ નથી મળી તેવી ફરિયાદ કરતા હતાં. દંપતી લોકોને ફોન પર સમજાવીને થાકી ગયું હતું કે આ તેમનો અંગત નંબર છે અને કોઇ ખોટી રીતે વેબસાઇટ પર આ નંબર મુક્યો છે. જેથી ધવલ પટેલે નેશનલ સાયબર પોર્ટલ પર અરજી કરી હતી.જેને પગલે આ અંગે ગુનો નોંધી તપાસ કરતા આણ઼દ અને વલસાડના બે ભેજાબાજો સુધી પગેશુ પહોંચ્યું હતું. ધરપકડ બાદ આરોપીના રિમાન્ડ પુતા થતા તેમને જેલના હવાલે ભેગા કરી દેવાયા છે.

સંબંધિત સમાચાર

Next Article