સુરેન્દ્રનગરમાં સરકારી હોસ્પિટલમાં કંપાઉન્ડમાં કાયદાના લીરેલીરા ઉડ્યા, સાત શખ્સો એક યુવક પર તૂટી પડ્યા

Webdunia
સોમવાર, 6 માર્ચ 2023 (16:09 IST)
સુરેન્દ્રનગરમાં કાયદાના લીરા ઉડાવતો એક બનાવ સામે આવ્યો છે. શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક યુવકને સામાન્ય બાબતે સાત શખસે ધોકા અને પથ્થરોથી ઢોરમાર માર્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે સાત શકસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હુમલામાં ઘવાયેલા યુવકને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

જે બનાવ બન્યો છે એનો વીડિયો જોઈએ તો લાગે કે માથાકૂટ પાછળ કોઈ ગંભીર બાબત જવાબદાર હશે, પરંતુ આ બનાવમાં 'સામું કેમ જુએ છે?' એવી સામાન્ય બાબતે જ ભોગ બનનાર અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ સમીર મામાણીને આરોપીઓએ સામે કેમ જુએ છે એમ કહી સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં મારામારી કરી હતી. સમીર મામાણીને નીચે પાડી દઈ આરોપીઓ ધોકા લઈ તૂટી પડ્યા હતા. તો બીજા શખસો મોટા પથ્થરો લઈ માર્યા હતા.સુરેન્દ્રનગરમાં હત્યાના પ્રયાસનો જે બનાવ બન્યો છે એનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં આરોપીઓ હાથમાં ધોકો લઈ ભોગ બનનારને ઢોરમાર મારતા જોવા મળી રહ્યા છે.ઢોરમારનો આ વીડિયો વાઈરલ થયા બાદ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ દ્વારા સાત શખસ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે દીપક વાણિયા, રમેશ પારગી, દર્શન રાઠોડ અને જિજ્ઞેશ રાઠોડ સામે નામજોગ અને ત્રણ અજાણ્યા શખસ મળી સાત સામે ગુનો નોંધ્યો છે.

સંબંધિત સમાચાર

Next Article