ગુજરાતની કોર્ટે પ્રકાશ જયરામ દેસાઈ નામની વ્યક્તિને પોતાની ગાયને રસ્તામાં ખુલ્લી છોડવા પર છ મહિનાની સજા સંભળાવી છે.
ગુજરાત એ તમામ ભારતીય રાજ્યોમાંથી એક છે, જ્યાં ગાયની હત્યા કરવો ગુનો ગણાય છે.
ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા પણ છે.
કોર્ટે કહ્યું કે આ સજા એટલા માટે અપાઈ રહી છે કે આ પ્રકારના કેસ ઘણા વધી ગયા છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, કોર્ટે કહ્યું કે પશુમાલિકો તરફથી પશુઓને રસ્તા પર ખુલ્લા છોડી દેવાને કારણે લોકોનાં મોત પણ થયાં છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
વર્ષ 2017માં ગુજરાત સરકારે ગાયની રક્ષા માટે બનાવેલા કાયદાને કડક કરતા ગૌહત્યા પર આજીવન કેદની સજાની જોગવાઈ કરી છે.
ગુજરાતમાં પશુઓને કારણે દુર્ઘટનાના સમાચાર પણ જોવા મળે છે.