ચૂંટણી પહેલાં સાણંદના પ્રાંત ઓફિસર રાજેન્દ્ર પટેલે ફ્લેટના પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો

મંગળવાર, 22 નવેમ્બર 2022 (12:59 IST)
ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સરકારી અધિકારીઓ પણ ચૂંટણીના કામમાં રાતદિવસ એક કરી રહ્યાં છે. રાતોની રાતો સુધી અધિકારીઓ ચૂંટણીના કામમાં વ્યસ્ત રહ્યાં છે. ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા અને પ્રાંત અધિકારી આર કે પટેલે આજે વહેલી સવારે સાણંદ ખાતે પોતાના ફ્લેટ પરથી પડતું મૂકી અને આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે.

વિધાનસભાની ચૂંટણીમાં પ્રાંત અધિકારી તરીકે તેઓ ફરજ બજાવતા હતા અને મોડી રાત્રે 3 વાગ્યા સુધી તેઓ ચૂંટણીનું કામકાજ કરી રહ્યા હતા અને આજે વહેલી સવારે તેઓએ આપઘાત કરી લીધો હતો.પ્રાપ્ત વિગતો પ્રમાણે આખી રાત સરકારી પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરીને વહેલી સવારે તેઓ ઘરે આવ્યા બાદ તેમણે ફ્લેટ પરથી પડતુ મુકીને આપઘાત કર્યો હતો. તેમના આપઘાત બાદ રહસ્ય વધુ ઘૂંટાઈ રહ્યું છે.અગાઉ તેઓ અંબાજી દેવસ્થાનના વહીવટદાર પણ હતાં. અચાનક આપઘાત કરી લેવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં.સાણંદ વિધાનસભા સીટના રિટર્નિંગ ઓફિસર રાજેન્દ્ર પટેલનાં અચાનક આપઘાત બાદ આખા પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે.અમદાવાદના સાણંદ SDM રાજેન્દ્ર પટેલે આત્મહત્યા કરી છે. જેમાં ફ્લેટના પાંચમાં માળેથી પડતું મુકી આત્મહત્યા કરી છે. તેમાં પ્રેરણાતિર્થી સોસાયટી પાસેની ઘટના છે. થોડા સમય પહેલા જ સાણંદ પોસ્ટિંગ થયું હતું. જેમાં સાણંદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હાલ આ અંગે તેમના ઘરે અને સંબંધીઓ અને પરિચિતો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. તેઓ અમદાવાદના સાણંદનાં પ્રાંત ઓફિસર હતા.રાજેન્દ્ર પટેલ નિર્મિત ફ્લોરા સોસાયટીનાં B 403 માં રહેતા હતા. તેઓ 15 દિવસ પહેલા જ અહીં રહેવા આવ્યા હતા.આપઘાત પહેલા તેમણે કોઇ ચિઠ્ઠી લખી છે કે નહીં તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આપઘાત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલ આ અંગે તેમના ઘરે અને સંબંધીઓ અને પરિચિતો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર