Gujarat Election - મિસ્ત્રી નું ઓકાત વાળું નિવદન મણીશકર ઐય્યર વાળી હાલત શું છે પીએમ મોદીના પલટવારનો મતલબ

સોમવાર, 21 નવેમ્બર 2022 (22:07 IST)
ગુજરાતમાં ડીસેમ્બરનાં પહેલા અઠવાડીયા વિધાનસભા ચૂંટણી થવાની છે. આ પહેલા આરોપ પરત્યારોપે જોર પકડયો છે ગુજરાતની ચૂંટણી વિધાનસભાને માંડ હવે બે અઠવાડિયા જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ તરફથી પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. આજે PM મોદી સુરેન્દ્રનગર જિલ્લામાં સભાઓ ગજવવા પહોંચ્યા હતા જ્યાં તેમણે ગુજરાત અને કેન્દ્ર સરકારના વિકાસો ગણાવ્યા હતા અને વિપક્ષો પર આકરા પ્રહાર પણ કર્યા હતા.

 
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીએ રાજીવ ભવનમાં પાર્ટીનો ઢંઢેરો લૉન્ચ કર્યા બાદ એક ટીવી ચેનલ સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે, 'તેઓ પીએમ મોદીને ગુજરાત ચૂંટણીમાં તેમની ‘ઓકાત’ બતાવશે. PM નરેન્દ્ર મોદી ગમે તેટલી કોશિશ કરે તેઓ સરદાર પટેલ બની શકતા નથી.'
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર