મોરબી પુલ દુર્ઘટનામાં અસલી ગુનેગારો સામે કેમ કોઈ કાર્યવાહી ન કરાઈ? રાહુલ ગાંધી

મંગળવાર, 22 નવેમ્બર 2022 (16:09 IST)
ગુજરાતમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોરબી પુલ દુર્ઘટનાને લઈને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું.
 
તેમણે કહ્યું હતું કે, “મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં, પરંતુ અસલી ગુનેગારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, કારણ કે સત્તારૂઢ ભાજપ સાથે તેમના સારા સંબંધ છે.”
 
આ વાત રાહુલ ગાંધીએ સોમવારે રાજકોટમાં બીજી ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહી હતી.
Rahul Gandhi
 
તેમણે કહ્યું હતું કે, “સિક્યૉરિટી ગાર્ડની ધરપકડ કરી તેમને જેલમાં મોકલવામાં આવ્યા, પરંતુ અસલી ગુનેગાર સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી.”
 
રાહુલ ગાંધીએ એ પણ કહ્યું હતું કે, “અહીં મોરબી દુર્ઘટના ઘટી હતી, એ સમયે પત્રકારોએ મને પૂછ્યું કે આ વિશે તમે શું વિચારો છો? મેં કહ્યું, લગભગ 150 લોકોનાં મૃત્યુ થયાં છે અને આ કોઈ રાજકીય મુદ્દો નથી, તેથી હું તેના પર કંઈ જ કહીશ નહીં. પરંતુ આજે સવાલ એ ઊઠે છે કે, આ ઘટના સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. જે લોકો આ ઘટના માટે જવાબદાર હતા તેમની સામે એફઆઈઆર કેમ નોંધવામાં આવી નથી?”
 
સોમવારે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાંથી સમય કાઢીને ગુજરાતમાં ચૂંટણી રેલીઓને સંબોધી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર