ગુજરાતમાં શનિવારથી અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અન્ય જિલ્લાની સરખામણીએ વધુ વરસાદ જોવા મળ્યો છે.
જોકે, હવામાનવિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં 15 સપ્ટેમ્બર સુધી વરસાદ વરસે તેવી શક્યતા છે.
બંગાળની ખાડીમાં આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા પાસે લો પ્રેશર એરિયા સર્જાયો છે. જેના કારણે 11થી 15 સપ્ટેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે.
15 સપ્ટેમ્બર બાદ વરસાદની માત્રા ઘટે તેવી શક્યતા છે.
ક્યા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા?
બંગાળની ખાડીમાં પેદા થયેલું લૉ પ્રેશર હાલ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેથી આવનારા પાંચ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જોકે, હવામાનવિભાગે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જે આ મુજબ છે.
11 સપ્ટેમ્બર: ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ