માસ્ટર પ્લાન: વેક્સીન લીધી ના હોય તો જલદી લઇ લેજો, કારણ કે આ રીતે પકડી પાડશે સરકાર

Webdunia
શનિવાર, 23 ઑક્ટોબર 2021 (13:57 IST)
કોરોના વાયરસ સામે લડવા માટે વેક્સીન એકમાત્ર અમોઘ શસ્ત્ર છે. રાજ્યમાં કોરોના સામેના યુદ્ધમાં વેક્સીનેશનની ઝૂંબેશ પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે. ગુજરાતમાં વેક્સીનેશન માટે વિવિધ કાર્યક્રમ અને જાહેરાતોના માધ્યમથી લોકોમાં જાગૃતતા આપવામાં આવી રહી છે. ગુજરાતમાં રસીકરણ અભિયાન સમય સાથે તેજ બન્યું છે. ત્યારે  આ વચ્ચે વેક્સિન ન લેનારાઓ રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે.
 
ગુજરાતના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે રાજ્યમાં રસીકરણ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. મનોજ અગ્રવાલે જણાવ્યું કે જે લોકો વેક્સિન લેવામાં બાકી રહી ગયા છે તેમને કેવી રીતે રસી આપવી તેનું આયોજન સરકાર કરી રહી છે. તેમણે કહ્યું કે ચૂંટણીની મતદાર યાદીના માધ્યમથી નાગરિકને રસી મળી છે કે નહીં તેની ચકાસણી કરી જે લોકો રસીથી વંચિત રહ્યા હશે તેમને રસી આપવામાં આવશે.
 
રાજ્યના જે જિલ્લામાં રસીની ઘટ છે તેને સો ટકા કરવાનો પ્રયાસ થશે. આ ઉપરાંત ડાંગ અને નર્મદા જિલ્લામાં જે લોકો બાકી રહી ગયા છે તેમને સમજાવીને રસી આપવામાં આવશે.મનોજ અગ્રવાલે કહ્યું કે પહેલા 200 લોકો માટે સેન્ટર હતા પરંતુ હવે 10 કે 20 લોકો માટે પણ સેન્ટર્સ ઉભા થઇ રહ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article