એકવાર ફરી વૈજ્ઞાનિકોની ટીમ કચ્છની મુલાકાત લેશે

શનિવાર, 23 ઑક્ટોબર 2021 (12:04 IST)
વૈશ્વિક મહામારી કોરોના બાદ ફરી એકવાર મંગળ ગ્રહ જેવી સપાટી પર સંશોધન થશે, ફરી એકવાર દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકોની ટીમ ગુજરાતના આ પ્રદેશની મુલાકાત લેશે અને તેના ભૌગોલિક વિસ્તાર પર સંશોધન કરશે, આપને જણાવી દઈએ કે કચ્છના માતાના મઢ વિસ્તારમાં મંગળગ્રહ જેવી સપાટી જોવા મળી છે. 
 
વૈશ્વિક સ્તરે માર્શ મિશન પર ચાલતા પ્રોજેકટમાં ખુબ જ મહત્વપૂર્ણ એવું મંગળગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ ખનીજ કચ્છમાં આશાપુરાના સ્થાનક માતાનામઢમાં મળી આવ્યું હતું.પ્રાથમિક સંશોધનમાં સાબિત થયું છે કે માતાનામઢની જમીન મંગળગ્રહ જેવી જ છે. જેના પગલે દેશની નામાંકિત સંસ્થાના વૈજ્ઞાનિકો વધુ સંશોધન કરવા ક્ચ્છ આવ્યા હતા.પરંતુ ત્યારબાદ કોરોના મહામારીની અસર  સંશોધન પ્રક્રિયા પર થવા પામી હતી.લોકડાઉન ખુલ્યા બાદ આગામી ફેબ્રુઆરીમાં NASA, ઇસરો તેમજ વિવિધ યુનિવર્સિટી વૈજ્ઞાનિકો વધુ એકવાર સંશોધન માટે વર્કશોપ યોજાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર