Uttarakhand: લમખાગા પાસે ફંસાયેલા 17 ટ્રેકર્સમાંથી અત્યાર સુધી 11ના મોત, વાયુ સેનાનુ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

શનિવાર, 23 ઑક્ટોબર 2021 (10:48 IST)
ઉત્તરાખંડ (Uttarakhand) ના ઉત્તરકાશી જિલ્લાના હર્ષિલના લમખાગા પાસે 18 ઓક્ટોબરે, 17 પ્રવાસીઓ, પોર્ટર્સ  અને ગાઈડ સહિત 17 ટ્રેકરો ભારે બરફવર્ષા અને ખરાબ હવામાનને કારણે રસ્તો ભટકી ગયા હતા. જ્યાર પછીથી જ વાયુ સેના (Airforce) તરફથી મોટા પાયા પર બચાવ કામગીરી (Rescue Operation) ચલાવવામાં આવી રહ્યુ છે. . અત્યાર સુધીમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સેના દ્વારા 11 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. સેના બાકીના લોકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે  કે લમખાગા પાસ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાને ઉત્તરાખંડના હરસિલ સાથે જોડતો સૌથી ખતરનાક પાસમાંથી એક છે.

ભારતીય વાયુસેનાએ 20 ઓક્ટોબરે બચાવ અભિયાન શરૂ કર્યું હતું. સેનાએ પ્રવાસીઓને હિલ સ્ટેશન હરસીલ લઈ જવા માટે બે ALH હેલિકોપ્ટર તૈનાત કર્યા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર