રાજકોટના એક 57 વર્ષીય વેપારીનું કોરોનાના નવા વેરીઅન્ટને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
ગુજરાતમાં આ વર્ષે નવરાત્રી પર ઘણા જોખમ તોળાઇ રહ્યા છે, નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે, આ તહેવાર માટે ગુજરાતીઓને ભારે થનગનાટ હોય છે. ત્યારે તે પહેલા જ ગુજરાતમા કોરોનાએ દસ્તક દીધી છે. રાજકોટમાં કોરોનાના નવા વેરિયન્ટએ પ્રથમ ભોગ લીધો છે.
ખાનગી હોસ્પિટલમાં મોત થતા PPE કીટ સાથે વેપારીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.