Shakti Peeth, Shuchi- દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે. તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
મહર્ષિ ગૌતમના શાપથી ઈંદ્રને અહીં મુક્તિ મળી હતી અને તે શુચિતા એટલે કે પવિત્ર થઈ ગયા હતા. તેથી તેનુ નામ શુચીદ્રમ પડ્યું. શુચીદ્રમ આ વિસ્તારને જ્ઞાનવાનમ વિસ્તાર પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં દેવીએ બાણાસુર રાક્ષસનો વધ કર્યો હતો. અહીંના મંદિરમાં નારાયણી સ્વરૂપમાં માતાની ભવ્ય પ્રતિમા છે અને તેમના હાથમાં માળા છે. આ મંદિરમાં ભદ્રકાળીનું મંદિર પણ આવેલું છે જે દેવી સતીને મિત્ર પણ ગણવામાં આવે છે.