માતાના 51 શક્તિપીઠ - શ્રીશૈલ-મહાલક્ષ્મી 6

બુધવાર, 4 ઑક્ટોબર 2023 (16:21 IST)
Shri Shail Jaunpur
શક્તિપીઠોની સંખ્યા દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે. તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં શર્કરે શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ. 
 
શ્રીશૈલ - મહાલક્ષ્મી - બાંગ્લાદેશના સિલ્હૈટ જીલ્લાના ઉત્તર પૂર્વમાં જૈનપુર ગામની પાસે શૈલ નામના સ્થાન પર માતાનુ ગળુ (ગ્રીવા) પડી હતી. તેની શક્તિ છે મહાલક્ષ્મી અને ભૈરવને શમ્બરાનંદ કહે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર