અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં નકલી ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સ દ્વારા અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘી ખરીદવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે અંબાજી પોલીસ, ગાંધીનગર ફૂડ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા નીલકંઠ ટ્રેડર્સમાં તપાસ કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મોડી રાત્રે તમામ ઘીના ડબ્બાઓ કબજે કરી નીલકંઠ ટ્રેડર્સની દુકાન અને ગોડાઉનને નોટિસ લગાવી સીલ કર્યું છે. પોલીસ અને ફૂડ વિભાગની ટીમ દ્વારા જ્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે માલિક હાજર મળી આવ્યો નહોતો. ગાંધીનગર ફૂડ વિભાગની ટીમ અને અંબાજી પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની મદદ લઈ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા નીલકંઠ ટ્રેડર્સમાં તપાસ કરવામાં આવી હતી. મોહિની કેટરર્સ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, તેઓએ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં વેપારી નીલકંઠ ટ્રેડર્સ પાસેથી આ ઘીના ડબ્બા ખરીદ્યા હતા. જેના પગલે માધુપુરા ખાતે દુકાન અને ગોડાઉનમાં તપાસ કરવા માટે જ્યારે ટીમ પહોંચી ત્યારે ત્યાં માલિક હાજર મળી આવ્યો નહોતો.હવે મોહનથાળનો પ્રસાદ કોણ બનાવશે. કઈ એજન્સીને કામ સોંપાશે ઉચ્ચ અધિકારીઓની બેઠક બાદ નિર્ણય લેવાશે તેમ મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માએ ક્હ્યું હતુ.હાલ અંબાજી મંદિર ટ્રસ્ટના લોકો મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી જગ્યાએ પહોચ્યા અને મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીની શરૂઆત હાથ ધરાઈ હતી.મોહનથાળનાં પ્રસાદ મામલે વહીવટદાર સિદ્ધિ વર્માએ વધુમાં કહ્યું હતું કે, મોહિની કેટરર્સનું ટેન્ડર અંબાજી મંદિરે રિન્યુ કર્યું નથી. પ્રસાદ બનાવવાનું ટેન્ડર 30 સપ્ટેમ્બરે પુરુ થયું હતું. આ બાબતે કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં કોઈ એજન્સીના કામ સોંપાયું નથી. મેળા દરમિયાન ભક્તોને શુદ્ધ ઘી નો પારસાદ અપાયો છે. જે ઘી નાં સેમ્પલ લેવાયા હતા. તે ઘી પ્રસાદમાં વપરાયું નથી. બનાસ ડેરીનાં ઘી દ્વારા બનાવેલો પ્રસાદ ભક્તોને અપાયો હતો.