શાહરૂખ ખાનની ફિલ્મ 'સ્વદેશ' તો યાદ જ હશે. આફ્ટર ઓલ ફિલ્મ જ એટલી અદ્ભુત હતી. આ ફિલ્મમાં એક શિક્ષિત છોકરીને ગામડાના વાતાવરણમાં બતાવવામાં આવી હતી, જે ગામડાની શાળામાં બાળકોને ભણાવતી હતી. 'સ્વદેશ'ના હીરોને ફિલ્મમાં આ છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ ગાયત્રી જોશી હતી. અભિનેત્રીએ બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ પોતાની છાપ છોડી. હાલમાં જ એક્ટ્રેસ સાથે જોડાયેલો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અભિનેત્રીની કારનો અકસ્માત થયો હતો, જેમાં અભિનેત્રી અને તેના પતિનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.
શાહરૂખ ખાનની ફિલ્મ 'સ્વદેશ'માં જોવા મળેલી બોલિવૂડ અભિનેત્રી ગાયત્રી જોશી અને તેના પતિ વિકાસ ઓબેરોયની લેમ્બોર્ગિની ફેરારી સાથે અથડાઈ હતી, પરિણામે સ્વિસ દંપતીનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના ઈટલીના સાર્ડિનિયાના એક વિસ્તારમાં થઈ હતી, ઘટના સમયે ગાયત્રી અને તેનો પતિ તેમની લેમ્બોર્ગિનીમાં જઈ રહ્યા હતા.તેની કારની પાછળ બીજી ઘણી લક્ઝરી કાર પણ દોડતી હતી. એક મીની ટ્રકને ઓવરટેક કરતી વખતે, તેની કાર ફેરારી સાથે અથડાઈ, જે બદલામાં સાથે મુસાફરી કરી રહેલી મીની ટ્રક સાથે અથડાઈ. અથડામણને કારણે મિની ટ્રક પલટી ગઈ અને ફેરારીમાં આગ લાગી ગઈ. ગાયત્રી અને વિકાસને સામાન્ય ઈજા થઈ હતી, પરંતુ બંને સુરક્ષિત છે.
'સ્વદેશ'માં ગીતાનો રોલ કર્યો હતો.
ગાયત્રીએ વર્ષ 2000માં ફેમિના મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો અને 2004માં ફિલ્મ 'સ્વદેશ'થી પોતાની અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તેણે આશુતોષ ગોવારીકરની ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે ગીતા તરીકે કામ કર્યું હતું. પોતાની ડેબ્યૂ ફિલ્મ માટે અનેક એવોર્ડ જીત્યા છતાં, તેણે ટૂંક સમયમાં જ ઈન્ડસ્ટ્રી છોડી દીધી. તેણે 2005માં બિઝનેસમેન વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યા અને તેમને બે બાળકો છે