ગોધરાનો માત્ર 7 વર્ષનો છોકરો બન્યો દેશનો સૌથી નાની વયનો કોરોના યોદ્ધા, 18 રાજ્યોમાં સન્માન

Webdunia
સોમવાર, 6 માર્ચ 2023 (14:58 IST)
કોરોનાકાળનો સમય વિચારીએ તો કંપારી વછૂટી જાય છે. દેશમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. લોકો અલગ પ્રકારનો જ ભય જોવા મળ્યો હતો. લાખો લોકો મૃત્યું પામ્યા હતા. ત્યારે કોરોનાકાળમાં કોરોના વોરિયર ખડે પગ ઉભા રહીને સેવામાં તત્પર રહ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કોરોના વોરિયરનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે ગોધરાના દેશના સૌથી નાની વયના કોરોના યોદ્ધાનું સન્મના કરવામાં આવ્યું હતું. 
 
ગોધરાના 7 વર્ષના કિહાનખાન પઠાણે કોરોનાકાળમાં લોકોને કોરોના લગતી જરૂરી માહિતી તથા જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં મદદ કરી હતી. માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. જેને કારણે તે  તે દેશનો સૌથી નાની વયનો કોરોના યોદ્ધા તરીકે જાણીતો થયો હતો. જેને લઈને દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મ.પ્ર., છત્તીસગઢ, ઝારખંડ, પોન્ડિચેરી, આસામ અને પશ્ચિમ બંગાળ મળી 18 રાજ્યોની 180 સંસ્થા દ્વારા કિહાનને સન્માનિત કરાયો હતો. મહારાષ્ટ્રની NGOની નેશનલ બુકમાં પણ બાળકનો સમાવેશ કરાયો છે.
 
આ અંગે કિહાનના પિતા ફિરોજખાન પઠાણે જણાવ્યું હતું કે  હું અને મારી પત્ની કોરોનાથી પીડિત હતા ત્યારે મારો પુત્ર કિહાન દ્વાર મને જણાવ્યું હતું કે પપ્પા લોકો આટલી મુશ્કેલીમાં છે. તો હું લોકોની મદદે જવા માગું છું. પેહલા તો મેં તેને ના પાડી પછી તે સતત જીદ પકડીને બેસી જતા મેં તેને બહાર જવા માટે રજા આપી હતી. અને લોકોની મદદે નીકળી પડ્યો હતો અને કોવીડની પ્રથમ લહેરમાં લોકોની કપરી પરિસ્થતિમાં મદદ પહોચાડવાની કામગીરી કરેલ હતી. જે મને મારા પુત્ર ઉપર ગર્વ છે. 
 
કિહાનની માતા શબાનાબેને જણાવ્યું હતું કે હું અને મારા પતિ કોરોનાથી પીડિત હોવાથી કોવિડ 19ની ગાઈડ લાઈન મુજબ અમો સારવાર લઈ રહ્યા હતા. ત્યારે મારા પુત્રઅે લોકોની મુશ્કેલીઓ સાંભળીને મદદ કરવાની ઈચ્છા ઉભી થતા અમોએ તેને રજા આપી હતી. મારા પુત્ર એ જે કરી બતાવ્યું છે તે માટે હું ગર્વ અનુભવી રહી છું અને તે આગળ પણ કપરા સમયમાં મદદ રૂપ બને તેવા અમો તેને માર્ગદર્શન આપી રહ્યા છીએ.

સંબંધિત સમાચાર

Next Article