કેંદ્રની નરેન્દ્ર મોદી સરકાર જન-ધન ખાતાધારકોને જીવન બીમા અને દુર્ઘટના કવર આપવાનુ વિચાર કરી રહી છે. સરકાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા (PMSBY) હેઠળ વીમા કવચ આપવા માંગે છે. નાણાં મંત્રાલયે શનિવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, બેંકોને આ અંગે પહેલાથી જ જાણ કરી દેવામાં આવી છે. 43 કરોડ જન-ધન ખાતાધારકોને સરકારના આ પગલાનો લાભ મળવાની અપેક્ષા છે.
342 રૂપિયાનુ પ્રીમિયમ: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ (PMJJBY) હેઠળ, રૂ. 2 લાખનો જીવન વીમો દરરોજ 1 રૂપિયાથી ઓછા પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. 330 રૂપિયાનું પ્રિમિયમ વાર્ષિક ચૂકવવું પડે છે. તે જ સમયે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા (PMSBY) યોજના આકસ્મિક જોખમોને આવરી લે છે. આ યોજના આકસ્મિક મૃત્યુ અને કુલ અપંગતા માટે રૂ .2 લાખ સુધીનું કવર પૂરું પાડે છે. આ સિવાય આંશિક અપંગતા માટે 1 લાખ રૂપિયા ઉપલબ્ધ છે. આ માટે 12 રૂપિયાનું પ્રિમિયમ વાર્ષિક ચૂકવવું પડે છે. આ કહેવાનો અર્થ એ છે કે જન ધન ખાતાધારકોને રૂ .342 ના ખર્ચમાં 4 લાખ રૂપિયા સુધીનો વીમો મળશે.