બદ્રીનાથ નેશનલ હાઈવે અને અટલ ટનલ બંધ- શનિવાર અને રવિવારે દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. એક તરફ દિલ્હીમાં વરસાદે 41 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરની સાથે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદ થયો છે.
હરિયાણામાં ગુરુગ્રામ, અંબાલા સહિત અનેક જિલ્લાઓમાં શહેરના રસ્તાઓ ભરેલા જોવા મળ્યા હતા. હરિયાણાના યમુના નગરમાં 80 મીમી વરસાદ નોંધાયો હતો. રસ્તાના કિનારે બનેલા મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદે 41 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિભાગે જણાવ્યું કે શનિવારે સવારે 8.30 વાગ્યાથી રવિવારે સવારે 8.30 વાગ્યા સુધીના 24 કલાકમાં દિલ્હીમાં 153 મિમી વરસાદ નોંધાયો છે. 1982 પછી પહેલીવાર એવું જોવા મળ્યું છે કે જુલાઈ મહિનામાં એક જ દિવસમાં આટલો વરસાદ પડ્યો હોય. 10 જુલાઈ 2003ના રોજ દિલ્હીમાં 133.4 મીમી વરસાદ નોંધાયો હતો. 21 જુલાઈ, 1958ના રોજ રાજધાનીમાં 266.2 મીમી વરસાદ નોંધાયો હતો, જે જુલાઈમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ તરીકે નોંધાય છે.