Rain in Gujarat - ગુજરાતમાં 2 જુલાઈથી 6 જુલાઈ સુધી ભારે વરસાદને લઈને એલર્ટ

સોમવાર, 3 જુલાઈ 2023 (09:09 IST)
heavy rain
Gujarat Rain - છેલ્લા એક અઠવાદીયાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તેવામાં છેલ્લા ચારેક દિવસથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. ત્યારે રવિવારે પણ સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદનું વર્ચસ્વ યથાવત્ રહેશે. અમદાવાદમાં કાળાં ડિબાંગ વાદળો છવાયાં હતાં. જોકે બાદમાં સૂરજ અને વાદળો જાણે સંતાકૂકડી રમતા હોય તેવું લાગી રહ્યુ હતું.અમદાવાદ અને રાજકોટમાં ઉઘાડ નીકળ્યો હતો.જો કે હવામાન વિભાગ દ્વારા આગામી 5 જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાઉથવેસ્ટ મોનસુન રવિવારે રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકી રહેલા વિસ્તારોમાં પહોંચી ગયું છે. આ પ્રમાણે ચોમાસુ હવે તે આખા દેશમાં પહોંચી ગયુ છે. પરંતુ મહત્વની વાત એ છે કે સામાન્ય રીતે તેને આખા દેશને કવર કરવાનો સમય 8 જુલાઈ હોય છે, પરંતુ તેના છ દિવસ પહેલા એટલે કે આજે  2 જી જુલાઈએ સમગ્ર દેશને કવર કરી લીધો છે. 
 
ગુજરાતમાં 2 જુલાઈથી 6 જુલાઈ સુધી ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું 
 
દક્ષિણના રાજ્યોને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે, કર્ણાટક, તેમજ કર્ણાટકનો કિનારાનો વિસ્તાર, તમિલનાડુ, પોંડીચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની ચેતવણી આપી છે. પશ્ચિમ ભારતના રાજ્યોની વાત કરીએ તો કોંકણ, ગોવા અને મધ્યપ્રદેશના ઘાટ વિસ્તારોમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ બાજુ ગુજરાતમાં 2 જુલાઈથી 6 જુલાઈ સુધી ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર