અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, ખેડા જિલ્લામાં ખાબકેલા મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ગુરુવાર, 6 જુલાઈ 2023 (09:57 IST)
ahmedabad rain
Rain in Ahmedabad  અમદાવાદમાં ગત મોડી રાતથી અત્યાર સુધીમાં 5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદ પૂર્વમાં પોણો ઈંચ,અમદાવાદ પશ્ચિમમાં એક ઈંચ,અમદાવાદ ઉત્તર-પશ્ચિમમાં એક ઈંચ,દક્ષિણ-પશ્ચિમમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. અમદાવાદ મધ્યમાં પોણો ઈંચ વરસાદ પડ્યો, અમદાવાદ ઉત્તરમાં અડધો ઈંચ તેમજ અમદાવાદ દક્ષિણમાં એક ઈંચ વરસાદ વરસ્યો, અમદાવાદ શહેરમાં અત્યારે પણ ઝરમર વરસાદ શરૂ થયું. 

 
મોડી રાતે અમદાવાદ શહેરમાં સરેરાશ પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો આ તરફ ખેડા જિલ્લામાં ખાબકેલા મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદના પગલે નડિયાદ શહેરમાં શ્રેયસ રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા પસાર થતી કાર એકાએક ફસાઈ પડી હતી. જોકે, નડિયાદ ફાયરબ્રિગેડના જવાનોએ મદદે આવી આ કાર અને કારમાં ફસાયેલા વ્યક્તિને મહામુસીબતથી બહાર કાઢ્યો હતો.
ahmedabad rain

 
અમદાવાદ શહેરમાં સરેરાશ પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરમાં સૌથી વધુ વરસાદ રામોલ, વસ્ત્રાલ, ચાંદલોડિયામાં બે ઇંચ જેટલો પડ્યો હતો. વટવા, વટવા જીઆઇડીસી, ઘોડાસર, રાણીપ ન્યુ રાણીપમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, શાહપુર, દરીયાપુર, શાહીબાગ, દુધેશ્વર વિસ્તારોમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. બાકી અન્ય વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર