Delhi MCD Election Result Live- દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીનાં આજે પરિણામો

Webdunia
બુધવાર, 7 ડિસેમ્બર 2022 (11:07 IST)

આઠમી ડિસેમ્બરે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવવાના છે ત્યાર પહેલાં સૌની નજર દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન (એમસીડી)ના પરિણામ પર છે.

આજે દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન (એમસીડી)નું ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

દિલ્હી કૉર્પોરેશનમાં 250 વૉર્ડ છે. પરિણામ માટે 42 મતગણતરી કેન્દ્ર બનાવાયાં છે.

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

દિલ્હી કૉર્પોરેશનમાં છેલ્લાં 15 વર્ષથી ભાજપની સરકાર છે, પણ આ વખતે પરિણામ બદલાઈ શકે છે.

દિલ્હીમાં ચાર ડિસેમ્બરે મતદાન થયું હતું અને અંદાજે 50.48 ટકા મતદાન નોંધાયું હતું. આ ચૂંટણીમાં 1349 ઉમેદવારો મેદાનમાં છે.

આ ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી એમ ત્રિપાંખિયો જંગ છે.

ગત ચૂંટણીમાં ભાજપે 181 વૉર્ડ પર જીત મેળવી હતી, આપે 48 અને કૉંગ્રેસે 27 વૉર્ડ જીત્યા હતા.



11:26 AM, 7th Dec
AAPની પુષ્પા વિજય નગરથી જીતી

11:26 AM, 7th Dec
મહેરૌલી સીટ પરથી AAPની રેખા મહેન્દ્ર ચૌધરી જીતી

11:06 AM, 7th Dec
દિલ્હી MCD ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. AAP 125 બેઠકો પર આગળ, ભાજપ 102 બેઠકો પર આગળ, કોંગ્રેસ પાંચ બેઠકો પર આગળ

09:57 AM, 7th Dec
પ્રારંભિક વલણોમાં, AAP 123 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 121 બેઠકો પર આગળ છે.

09:51 AM, 7th Dec
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના 250 વોર્ડ માટે મતગણતરી ચાલી રહી છે અને 42 કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણોમાં, આમ આદમી પાર્ટી (AAP) એ બહુમતી મેળવી છે અને પાર્ટી 126 બેઠકો પર આગળ છે. તે જ સમયે, બીજેપી પણ જોરદાર ટક્કર આપી રહી છે અને 118 સીટો પર આગળ છે.

સંબંધિત સમાચાર

Next Article