ગુજરાત : વંદે ભારત ટ્રેન સાથે ફરી એક વાર ઢોર અથડાતાં અકસ્માત

શુક્રવાર, 2 ડિસેમ્બર 2022 (09:20 IST)
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુરુવારે સાંજે ગાંધીનગર-મુંબઈ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ સાથે ઉદવાડા અને વાપી સ્ટેશન વચ્ચે ઢોર અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
 
એક રેલવે અધિકારી અનુસાર, આ અકસ્માતના કારણે ટ્રેનની ફ્રન્ટ પૅનલને થોડું નુકસાન પણ પહોંચ્યું હતું.
 
નોંધનીય છે વંદે ભારત સેમિ-હાઇસ્પીડ ટ્રેન શરૂ થયાના બે માસમાં આ રૂટ પર ચોથી આવી ઘટના સર્જાઈ છે.
 
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે કહ્યું કે સાંજે 6.23 વાગ્યે ઉદવાડા અને વાપી વચ્ચેની લેવલ ક્રોસિંગ નં. 87 પાસે આ ઘટના બની હતી.
 
તેમણે કહ્યું કે, “આ ઘટનાના કારણે ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું, તેમજ અન્ય કોઈ ખામી સર્જાઈ નહોતી. નુકસાન રિપૅરિંગ માટે રાત્રે કામ કરાશે.”

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર