AAP માં ઘમાસાન : રાજીવ ગાંધી મુદ્દા પર અલકા લાંબા નારાજ, આપશે ધારાસભ્ય પદ પરથી રાજીનામુ

Webdunia
શનિવાર, 22 ડિસેમ્બર 2018 (10:13 IST)
આપ ધારાસભ્ય અલકા લાંબાએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને આપવામાં આવેલ ભારત રત્ન સન્માનને પરત લેવાની માંગ સંબંધી વિધાનસભામાં રજુ કથિત પ્રસ્તાવનો વિરોધ કરતા કહ્યુ કે તે ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપવા જઈ રહી છે. લાંબાએ શુક્રવારે પીટીઆઈને જણાવ્યુ કે હુ આ પ્રસ્તાવનુ સમર્થન નથી કરતી. વિધાનસભામાં આ પ્રસ્તાવને રજુ કરવા પર હુ સદનથી બહાર આવી ગઈ. પછી જ્યારે મે મને આ પ્રસ્તાવ પસાર કરવાની માહિતી મળી તો મે આ અંગે આપ સંયોજક અરવિંદ કેજરીવાલને વાત કરી.  કેજરીવાલે મએન ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપવાનુ કહ્યુ તેથી હુ પાર્ટી પ્રમુખના આદેશનુ પાલન કરતા રાજીનામુ આપવા જઈ રહી છુ. અલકાએ ટ્વીટ કરીને કહ્યુ, આજે દિલ્હી વિધાનસભામાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો કે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીજીને આપવામાં આવેલ ભારત રત્ન પરત લેવો જોઈએ. જેનો મે વિરોધ કર્યો. 
 
ઉલ્લેખનીય છે એક દિલ્હી વિધાનસભામાં આજે 1984 શીખ દંગાની પીડિતોને ન્યાય આપવવા માટે એક પ્રસ્તાવ બહુમતથી પાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવના ત્રણ મહત્વપૂર્ણ મુદ્દા એ હતા કે, 1984માં શીખોને શોધી શોધીને ટાયરોથી સળગાવી દેવામાં આવ્યા હતા. તેઓની જાહેરમાં હત્યા કરી નાખી, એવામાં દંગા શબ્દનો ઉપયોગ આ સમગ્ર ઘટનાને નાની બનાવે છે. જેથી હવેથી ‘દંગા’ શબ્દની જગ્યાએ નરસંહાર શબ્દનો ઉપયોગ કરવામાં આવે. બીજો મુદ્દો દિલ્હી સરકાર દંગાથી પીડિતોને ન્યાય આપવા માટે ગૃહ મંત્રાલય પર દબાણ બનાવે. 
 
ત્રીજો મુદ્દો, 1984 શીખ દંગાનો ઉલ્લેખ કરતા ધારાસભ્યએ કહ્યું કે, “ શીખ દંગા વખતે વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે કોઈ મોટું વૃક્ષ પડે છે ત્યારે ધરતી હલી જાય છે. તેના આ નિવેદન બાદ શીખો પર જે રીતે અત્યાચાર થયો તેને જોતા અમે માનીએ છે કે આ ઘટનાક્રમ પાછળ રાજીવ ગાંધી જવાબદાર છે. તેથી દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પરત લેવાની માંગ સરકાર પાસે કરે છે અને તેના માટે આ પ્રસ્તાવ પાસ કરીએ છે” લાંબાએ આના વિરોધમાં સદનમાત્યી વૉકઆઉટ કર્યો. જેની સજા રૂપે તેમને પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા. 
 

સંબંધિત સમાચાર

Next Article