લોકસભા 2019 - રાજકારણની ગરમાગરમી, અમિત શાહને મળશે રામવિલાસ અને ચિરાગ પાસવાન

ગુરુવાર, 20 ડિસેમ્બર 2018 (16:16 IST)
2019 ચૂંટણી પહેલા દિલ્હીના રાજનીતિક ગલિયારામાં હલચલ મચી છે. લોક જનશક્તિ પાર્ટી સુપ્રીમો રામવિલાસ પાસવાનુ વલણ ભાજપાને વિચાર કરવા મજબૂર કરી રહ્યુ છે.  લોજપાની નારાજગીના સમાચાર વચ્ચે ભાજપા હરકતમાં આવી ગઈ છે. એવુ કહેવાય રહ્યુ છે કે દિલ્હીમાં રામવિલાસ પાસવાન અને તેમના પુત્ર ચિરાગ પાસવાન ભાજપા અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરશે. નવા રાજકારણીય માહોલમાં આ મુલાકાતને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. 
 
ચિરાગ પાસવાને વધારી હલચલ 
 
રામવિલસના પુત્ર ચિરાગ પાસવાનના કેટલાક નિવેદન દ્વારા ભાજપા-લોજપાના સંબંધોમાં ખટાશને સામે લાવીને મુકી છે. મંગળવારે રાત્રે ચિરાગે બે ટ્વીટ કરી પાર્ટીની નારાજગીનો સંકેત આપ્યો. તેમણે 2019 ચૂંટણીને ધ્યાનમાં રાખતા સીટ શેયરિંગને લઈને પણ ફરિયાદ કરી. બુધવારે સાંજે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સાર્વજનિક વખાણ કર્યા. તેનાથી એવી અટકળો ચાલી રહી છે કે એકવાર ફરી ચૂંટણી પહેલા પાસવાન પોતાની પાર્ટી બદલી શકે છે. 
 
ચિરાગે ટ્વીટ કરી સહયોગી દળો પ્રત્યે ભાજપાના વલણની ચિંતા જાહેર કરી. તેમણે કહ્યુ કે ભાજપાને પોતાન સહયોગીને એકજૂટ રાખવાનો પ્રયાસ કરવો પડશે.  કારણ કે તાજેતરમાં જ રાલોસપા અને ટીડીપી જેવા દળ એનડીએથી જુદા થઈ ગયા છે. બીજા ટ્વીટમાં ચિરાગે લખ્યુ કે ગઠબંધનની સીટોને લઈને અનેકવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત થઈ પણ અત્યાર સુધી કોઈ ઠોસ પુરાવા સામે આવ્યા નથી.  આ વિષયમાં સમય રહેતા વાત નહી બની તો તેનાથી નુકશાન પણ થઈ શકે છે. 
 
સાજ થતા થતા ચિરાગ પાસવાને રાહુલ ગાંધીના દિલ ખોલીને વખાણ કર્યા. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીમાં સ્પષ્ટ રૂપે એક સકારાત્મક બદલાવ આવ્યો છે. કોંગ્રેસને લાંબા સમય પછી જીત મળી છે તેનો શ્રેય રાહુલ ગાંધીને આપવો જોઈએ. જો તમે કોઈની આલોચના કરો છો તો તમારે સારુ પ્રદર્શન કરવા પર તેના વખાણ પણ કરવા જોઈએ.  તેમણે મુદ્દાઓને સારી રીતે ઉઠાવ્યા. 
 
તેમણે કહ્યુ, જે રીતે કોંગ્રેસે ખેડૂતો, બેરોજગારોનો મુદ્દો ઉઠાવ્યો મને લાગ એ છે કે તેમણે સારી રીતે ઉઠાવ્યો. અમે ધર્મ અને મંદિરમાં ગુંચવાયેલા રહ્યા. હુ ફરી સરકારને ભલામણ કરુ છુ કે આપણે આવનારા સમયમાં વિકાસના મુદ્દા પર જ ફોકસ કરીએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર