વિધાનસભા પરિણામને લોકસભા ચૂંટણી સાથે જોડી શકાય નહી - અમિત શાહ

બુધવાર, 19 ડિસેમ્બર 2018 (13:58 IST)
ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના અધ્યક્ષ અમિત શાહે વિપક્ષના મહાગઠબંધનને બુધવારે ઓછુ આંકતા તેને એક ભ્રમ બતાવ્યો અને વિશ્વાસ અપાવ્યો કે 2019ના લોકસભા ચૂંટણી પછી ભાજપા સત્તામાં કાયમ રહેશે.  એક ટીવી ચેનલના કાર્યક્રમમાં શાહે કહ્યુ કે તે આ વાતને લઈને આશાવાદી છે કે શિવસેના આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપાનો સાથ આપશે.  તેમણે કહ્યુ કે તેમની સાથે વાતચીત ચાલુ છે. 
 
શાહે કહ્યુ - વિપક્ષના મહાગઠબંધનની વાસ્તવિકતા જુદી છે. તેનુ કોઈ અસ્તિત્વ નથી અને આ એક ભ્રાંતિ છે.  ભાજપા અધ્યક્ષે કહ્યુ, મહાગઠબંધનનુ કોઈ અસ્તિત્વ નથી. અમે 2014 માં આ બધા વિરુદ્ધ લડ્યા હતા અને સરકાર બનાવવા માટે હરાવી હતી. તે બધા ક્ષેત્રીય નેતા છે. તેઓ એકબીજાની મદદ નથી કરી શકતા. શાહે કહ્યુ કે 2019માં ભાજપાને પશ્ચિમ બંગાળ, પૂર્વોત્તર અને ઓડિશામાં ફાયદો થશે. 
 
પાંચ રાજ્યોમાં કારમી હાર બાદ બીજેપી અધ્યક્ષ અમિત શાહે પહેલીવાર પોતાનુ મૌન તોડ્યુ છે. અમિત શાહના મતે વિધાનસભામાં મળેલી હારને લોકસભા 2019ની ચૂંટણી સાથે ના સરખાવવી જોઇએ, કેમકે બન્ને અલગ અલગ મુદ્દાને લઇને લડવામાં આવતી હોય છે.
 
અમિત શાહે મુંબઈમાં એક ખાનગી ટીવી ચેનલના એક કાર્યક્રમમાં કહ્યું કે, "અમે જનાદેશને સ્વીકારીએ છીએ. અમે આ રાજ્યોમાં કેમ હાર્યા? તેના પર વિચાર કરીશું." તેઓએ કહ્યું કે આ ન તો માત્ર ભાજપ માટે પરંતુ દેશ માટે પણ જરૂરી છે કે પાર્ટી આગામી ચૂંટણી જીતે. ચૂંટણી અમારા માટે માત્ર સરકાર બનાવવાનું માધ્યમ નથી. અમે ચૂંટણીને લોકસંપર્કનું એક માધ્યમ માનીએ છીએ.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર