જ્યારે લૂ એ પોતાના પિતાને કહ્યુ કે રેસ્ટોરેંટના સાજ સજાવટની થીમ વે સેક્સને બનાવવા માંગે છે તો તેમણે કોઈ ખુશી નહોતી બતાવી. પણ થોડા સમય પછી તેઓ જાતે જ તેમા સામેલ થઈ ગયા અને કિચન સાચવી લીધુ. ત્યા તેમને મેનૂ તૈયાર કર્યો જ્યા ડિશનુ નામ પણ સેક્સની થીમ પર મુકવામાં આવ્યુ. જેવી હોર્ની કે સેંશુઅસ વર્લ્ડ જેવી વસ્તુઓ ડિશની સાથે જોડવામાં આવી. લૂ કહે છે કે સેક્સ માણસની મૂળભૂત ઈચ્છાઓ છે. પાંચ હજાર વર્ષથી તેમા કોઈ ફેરફાર નથી આવ્યો. પોતાની મૂળભૂત ઈચ્છાઓને પૂર્ણ કરો અને ખુદને આઝાદ કરો.
આ જ આપણા રેસ્ટોરેંટનો વિચાર છે લૂ નુ કહેવુ છે કે તેમના ગ્રાહક ભણેલા અને શહેરીઓની નવી પેઢી છે. જે સેક્સને જાણવાની ઈચ્છા રાખે છે. એક સમયે ચીનમાં પણ સેક્સ પર વાત કરવી શરમનો વિષય હતો. હવે વાત આ સ્તર પર થવા માંડી છે. પણ શાળાઓમાં સેક્સ એજ્યુકેશન હજુ પણ નથી. ટીવી અને ઓનલાઈન પર પીરસાતી સામગ્રીને અશ્લીલતાથી દૂર રાખવા માટે સરકારની નજર રહે છે અને એ જ કારણ છે કે લૂનું આ રેસ્ટોરેંટ અધિકારીઓની આંખોમાં ખટકી શકે છે. એક વાર પોલીસ આવી ચુકી છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.