Sensex Outlook: 2019 લોકસભા ચૂંટણીમાં આ સ્થિતિ બની તો સેંસેક્સ 47000 સુધી જઈ શકે છે. મોર્ગેન સ્ટૈનલીનો વિચાર

બુધવાર, 12 ડિસેમ્બર 2018 (18:02 IST)
5 રાજ્યોમાં ચૂંટણી પરિણામ આવી ચુક્યા છે ત્યારબાદ 2019ને લઈને પ્રયાસ શરૂ થઈ ગયા છે. શેર બજારની આ કડી નજર છે. ઈટીના મુજબ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ કહ્યુ છે કે 2019 મા જો જનતા ગઠબંધનની સરકાર પસંદ નથી કરતી તો જ સેસેક્સ સારુ રિટર્ન આપી શકશે.  5 રાજ્યોના પરિણામના પરિણામોમાં બીજેપીને હારનો સામનો કરવો પડ્યો છે.  3 રાજ્યોથી તેમની સરકાર હટી ગઈ છે. 
 
માર્ચ 2019થી એપ્રિલ 2019ની વચ્ચે લોકસભાની ચૂંટણી થઈ શકે છે. ગ્લોબલ બ્રોકરેજના મુતાબિક સેંસેક્સ ડિસેમ્બર 2019 સુધી 42000 સુધી જઈ શકે છે. આ ઉપરાંત રૂપિયામાં 20 થી 25 ટકાની મજબૂતી આવી શકે છે. હાલ સેંસેક્સ 35500 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.  બ્રોકરેજ ફર્મ મુજબ બેંક ખપત અને ઈંડસ્ટ્રિયલ સેક્ટરના શેયરને તેઓ પસંદ કરે છે. 
 
તેમા લાર્જકૈપ અને મિડકૈપ બંને પ્રકારના શેયરનો સમાવેશ છે. ફર્મે કંજ્યૂમર સ્ટેપલ્સ, ટેકનોલોજી, હેલ્થકેયર, મટેરિયલ અને યૂટેલિટીઝને અંડરવેટ કર્યુ છે. બીજી બાજુ એનર્જી અને ટેલીકોમ ન્યૂટ્રલ રેટિંગ આપે છે. 
 
ફર્મના મુજબ સેંસેક્સમાં 30 ટકાની તેજી સાથે 47,000 નુ સ્તર અડી શકે છે.  બીજી બાજુ 20 ટકાનો ઘટાડો આવી શકે અને આ 33 હજાર સુધી જઈ શકે છે.  વિદેશી પોર્ટફોલિયો રોકાણકારેઓ 2011 પછી પહેલીવાર ભારતીય બજારમાં વેચવાલી કરી છે. તેમણે આ વર્ષ સુધી   31,408 કરોડની વેચવાલી કરી નાખી. 2011માં તેમણે 2714 કરોડની વેચવાલી કરી હતી.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર