EVM નહી, બેલેટ પેપરથી કરાવવામાં આવે 2019ની લોકસભા ચૂંટણી, વિપક્ષ કરશે માંગ

શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (11:40 IST)
તૃણમૂલ સહિત 17 રાજનીતિક દળ આ માંગ સાથે ચૂંટણી પંચ સાથે સંપર્ક કરવાની યોજના બનાવી રહ્યા છે કે 2019ની લોકસભા ચૂંટણી મતપત્ર દ્વારા કરાવવામાં આવે. આ 17 વિપક્ષી દળ આ યોજના પર ચર્ચા કરવા માટે આગામી અઠવાડિયે બેઠક કરશે. જેમાં ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગ પર ચર્ચા થશે. જેના બાદ આ તમામ 17 દળનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મેમોરેન્ડમ આપશે.
 
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પોતાના અધિવેશનમાં બેલેટ પેપરથી ચૂંટણી થાય તે માંગને લઈને પ્રસ્તાવ પસાર કરી ચુકી છે. જ્યારે તૃણમૂલ કૉંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી પણ બેક ટૂ બેલેટ પેપરની માંગ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષ આ મુદ્દો સંસદમાં પણ મોટા પાયે ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે.
 
આ વિપક્ષી દળોમાં સરકારની સહયોગી શિવ સેના સહિત ટીએમસી, કૉંગ્રેસ, એનસીપી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, બહુજન સમાજ પાર્ટી, દ્રવિડ મુનેત્ર કડગમ(દ્રમુક), સીપીએમ, સીપીઆઈ, જેડી(એસ), આઈયૂએમએલ, ટીડીપી, કેસી(એમ), વાઈએસઆરસીપી શામેલ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર