Live commentary - અમારો પહેલો ઉદ્દેશ્ય બીજેપીને હરાવવાનો છે - કપિલ સિબ્બલ

મંગળવાર, 11 ડિસેમ્બર 2018 (18:41 IST)
- કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, આ રાહુલ ગાંધી, કોંગ્રેસ પાર્ટી, કાર્યકર્તા, જનતા અને કૌભાંડ વિરુદ્ધ જીત થઇ છે. આ માનવતાની જીત છે. કાલે બે પાર્ટીઓને છોડીને તમામ વિપક્ષી પક્ષોની બેઠક મળી હતી. અમે લોકો સાથે ભેગા મળીને ચૂંટણી લડીશું. અમારો પહેલો ઉદ્દેશ્ય બીજેપીને હરાવવાનો છે અને આજના પરિમાણો આ દિશામાં પહેલું કદમ છે.
 
 
-મધ્યપ્રદેશમાં બીજેપી અને કોંગ્રેસની વચ્ચે કાંટેની ટક્કર ચાલું છે. કોંગ્રેસે 112 સીટો, બીજેપીને 110 સીટો પર આગળ છે. બીજેપીને ચાર પર જીત મળી છે.
 
– ચૂંટણી આયોગે આપ્યા આકડા, મધ્યપ્રદેશમાં કોઇને પણ સ્પષ્ટ બહુમતી ન મળી.

- મિઝોરમમાં કોંગ્રેસને કરમતોડ ફટકો, મુખ્યમંત્રી લલથનહવલા ચમ્ફાઈ દક્ષિણ બેઠક પરથી ચૂંટણી હારી ગયાં.
- - રાજસ્થાન - અશોક ગહલોતે કાર્યકર્તાઓએન ચા પીવડાવી. ગહલોતે થોડી વાર પહેલા વિપક્ષીઓને સાથે આવવાની અપીલ કરી હતી. રાજ્સ્થાનની બધી 199 સીટોના પરિણામ આવી ચુક્યા છે.  બીજેપી 84, કોંગ્રેસ 92 અને અન્ય 23 પર આગળ ચાલી રહ્યા છે.  રાજસ્થાનમાં બહુમત માટે 100 સીટોની જરૂર છે. 
 
- મધ્યપ્રદેશ - મુખ્યમંત્રી નિવાસ પર બીજેપી નેતાઓની મુખ્ય બેઠક શરૂ બેઠકમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝા અને પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહ હાજર. બીજેપી પ્રદેશ મીડિયા પ્રભારી લોકેન્દ્ર પરાશરને પણ બેઠકમાં બોલાવાયા. મધ્યપ્રદેશના પરિણામો પર મંથન થઈ રહ્યુ છે.  બીજેપીની સરકાર બનાવવાની શક્યતા પર ચર્ચા ચાલુ. 
- કોને કયું પદ મળશે, તેનો નિર્ણય વિધાયક અને પાર્ટી હાઈકમાંડ કરશે : સીએમ પદ પર સચિન પાયલટ.
-  અશોક ગહલોતે કહ્યું – મીડિયા સામે કઈં જ નહીં બોલુ, પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી લેશે અંતિમ્મ નિર્ણય.
-  રાજસ્થાનમાં મુખ્યમંત્રીના સવાલને અશોક ગહેલોત ટાળી ગયા.
-  મધ્ય પ્રદેશની રાઘોગઢ બેઠક પરથી દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધન સિંહ આગળ.
-  રાજસ્થાનમાં ભાજપની સ્થિતિમાં સુધાર જોવા મળ્યો.
-  રાજસ્થાનના રૂઝાનમાં ઉલટફેર. કોંગ્રેસ 93, ભાજપ 82 અને 24 બેઠકો પર આગળ.
-  છત્તીસગઢમાં મંત્રી રહી ચુકેલા બ્રુજમોહન અગ્રવાલ રાયપુર દક્ષિણ વિધાનસભા બેઠક પરથી પાછળ.
-  તેલંગાણામાં કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ. VVPAT ગણવાની કરી માંગ.
-  મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ-ભાજપ બંને વચ્ચે જોરદાર ટક્કર. બંને 108-108 બેઠક પર.
- રાજસ્થાન : જયપુરમાં ભાજપના કાર્યાલયે કાગડા ઉડ્યાં.
-   હેદરાબાદમાં ટીઆરએસના કાર્યકર્તાઓએ શરૂ કરી ઉજવણી. 
-  મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ખેમામાં હલચલ, કમલનાથના ઘરે પહોંચ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા.
-  મધ્ય પ્રદેશમાં ભાજપ 104 બેઠકો પર આગળ, કોંગ્રેસ 115 બેઠકો પર આગળ. કોંગ્રેસ બહુમત તરફ અગ્રેસર
 - ભાઈ રાહુલ ગાંધી સૌને સાથે લઈને ચાલે છે. ઈંસાનિયતની મૂરતી છે, જે ભારતની તકદીર પોતાના હાથમાં લેશે. તેઓ ખુબ જ મજબુત છે અને ભાજપનો નવો GTU-ગીરે તો ભી ટાંગ ઉપર : નવજ્યોત સિંહ સિદ્ધુ
 

– કોંગ્રેસ કાર્યકર્તાઓએ અધ્યક્ષ રાહુલ ગાંધીના દિલ્હી ખાતેના નિવાસસ્થાને કર્યો હવન
– અતિઉત્સાહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ દિલ્હીમાં કોંગ્રેસની પાર્ટી ઓફિસમાં ફટાકડાઓ લઈ પહોંચ્યા.
– મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બરાબરની ટક્કર. કોંગ્રેસ 14 અને ભાજપ 13 બેઠકો પર આગળ.
– રાજસ્થાનના જયપુર ખાતેની કોંગ્રેસની ઓફિસ બહાર ફટાકડાઓ તૈયાર રખાયા. 
– તેલંગાણામાં પણ કોંગ્રેસને બઢત : 23 બેઠકો પરના રૂઝાન આવ્યા સામે, 13 બેઠકો પર કોંગ્રેસ, 8 પર ટીઆરએસ અને 2 પર ભાજપને બઢત.
– છત્તીસગઢમાં 17 બેઠકોને લઈને રૂઝાન આવ્યા, 10 પર કોંગ્રેસ, 5 પર ભાજપ અને 2 અન્ય પર આગળ.
– રાજસ્થાનમાં કોંગ્રેસને જોરદાર બઢત : 22 બેઠકો પર આગળ, ભાજપ 9 પર આગળ
- મધ્યપ્રદેશમાં કોંગ્રેસ 40 અને બીજેપી 34 સીટો પર આગળ 
- મધ્યપ્રદેશમાં VIP સીટોના પરિણામ - બુધની સીટ પરથી શિવરાજ આગળ, બીજેપી 30 કોંગ્રેસ 27 સીટો પર આગળ 
- મધ્યપ્રદેશના બુધનીથી શિવરાજ સિંહ ચૌહાણ આગળ - બીજેપી 20 અને કોંગ્રેસ 17 સીટો પર આગળ 
- રાજસ્થાનમાં 12 સીટોના પરિણામ આવ્યા.. બીજેપી પાંચ અને કોંગ્રેસ સાત સીટો પર આગળ ચાલી રહી છે 
- મધ્યપ્રદેશ પાંચ સીટોના પરિનામ આવ્યા. બીજેપી 3 અને કોંગ્રેસ 2 સીટો પર આગળ ચાલી રહી છે. બીજી બાજુ છત્તીસગઢમાં 4 સીટોના પરિણામ આવી ચુક્યા છે. બે સીટ પર કોંગ્રેસ અને 2 સીટ પર બીજેપી આગળ ચાલી રહી છે. 

 છત્તિસગઢમાં સામે આવ્યું પહેલું રૂઝાન, કોંગ્રેસે ખોલાવ્યું ખાતું.

– રાજસ્થાન : ઝાલરા પાટણ બેઠક પરથી વસુંધરા રાજે આગળ

– કોંગ્રેસ કાર્યકર્તાઓએ અધ્યક્ષ રાહુલ ગાંધીના દિલ્હી ખાતેના નિવાસસ્થાને કર્યો હવન

- રાજસ્થાનમાં 12 સીટોના પરિણામ આવ્યા.. બીજેપી પાંચ અને કોંગ્રેસ સાત સીટો પર આગળ ચાલી રહી છે 
- મધ્યપ્રદેશ પાંચ સીટોના પરિનામ આવ્યા. બીજેપી 3 અને કોંગ્રેસ 2 સીટો પર આગળ ચાલી રહી છે. બીજી બાજુ છત્તીસગઢમાં 4 સીટોના પરિણામ આવી ચુક્યા છે. બે સીટ પર કોંગ્રેસ અને 2 સીટ પર બીજેપી આગળ ચાલી રહી છે. 
– મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ બે બેઠકો પર આગળ
 
– રાજસ્થાનમાં એક સીટ પર ભાજપ આગળ
 
– પરિણામ પહેલા જ કોંગ્રેસે વિજયી બનનારા ઉમેદવારો માટે છત્તીરગઢના રાયપુરમાં6 હોટલ બુક કરી.
 
– તમામે તમામ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી શરૂ.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાના, મિઝોરમની મતગણના 11 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યે શરૂ થશે. વેબદુનિયા પર અમે તમને બતાવીશુ મતગણતરી સાથે જોડાયેલ ક્ષણ ક્ષણની માહિતી. તમે જાણી શકશો કે આ રાજ્યોમાં કોની બનશે સરકાર અને કોણ વિપક્ષમાં બેસશે. કહેવાય છે કે જશ્ન થશે અને ક્યારે પસરશે સન્નાટો. જાણૉ ચૂંટણી સાથે જોડાયેલ અપડેટ્સ અને રોચક માહિતી તમારી વેબદુનિયા પર 
 
- સવારે 8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી 
- રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજે ત્રિપુરસુંદરી મંદિરના દર્શન કરવા જઈ રહી છે. 
- મધ્યપ્રદેશ (230) ભાજપા 00, કોંગ્રેસ 00, અન્ય 00 
- રાજસ્થાન (200) : ભાજપા 00. કોંગ્રેસ 00, અન્ય 00 
- છત્તીસગઢ (90) : ભાજપા 00. કોંગ્રેસ 00, અન્ય 00 
- તેલંગાના  (119) : ટીઆરએસ 00, મહાકૂટમી 00. અન્ય 00 
- મિઝોરમ (40) ; કોંગ્રેસ 00, એમએનએફ 00, અન્ય 00  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર