પ્રિયંકા ચોપરાના સિંગર-અભિનેતા પતિ, નિક જોનાસ અને તેમના ભાઈ શોકમાં ડૂબી ગયા છે. તેમના બાળપણના મિત્ર અને પાડોશી, માયા કિબેલનું 30 વર્ષની ઉંમરે અવસાન થયું. નિક તેમને બહેન માનતા હતા. માયાનું 30 વર્ષની ઉંમરે એક દુર્લભ આનુવંશિક બીમારી સામે લડ્યા બાદ અવસાન થયું. માયાની માતાએ આ દુ:ખદ સમાચાર એક ભાવનાત્મક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કર્યા, જેમાં તેમણે સમજાવ્યું કે તેમની પુત્રી લાંબા સમયથી વિલ્સન રોગ સામે લડી રહી હતી. વિલ્સન રોગ સામે લડ્યા બાદ માયા કિબેલનું અવસાન થયું. તેમની પોસ્ટમાં, માયાની માતાએ આ દુર્લભ રોગ સામે લડતી વખતે તેમની પુત્રીએ જે મુશ્કેલીઓનો સામનો કર્યો તેનું વર્ણન કર્યું. તેમણે લખ્યું, "ખૂબ જ દુઃખ સાથે હું આ સમાચાર શેર કરી રહી છું. માયા વિલ્સન રોગથી પીડાતી હતી, જે એક દુર્લભ સ્થિતિ હતી. તેણીએ ખૂબ જ સખત લડત આપી, પરંતુ તેનું શરીર હાર માની ગયું." પોસ્ટ મુજબ, 7 માર્ચની સવારે માયા અચાનક પડી ગઈ અને તેને તાત્કાલિક ઇમરજન્સી રૂમમાં લઈ જવામાં આવી. કમનસીબે, ડોકટરો તેને બચાવી શક્યા નહીં.
યાની માતાએ લખ્યું, "7 માર્ચની સવારે, તે બેહોશ થઈ ગઈ, અને તેના હૃદય અને ફેફસાંએ કામ કરવાનું બંધ કરી દીધું. ઘણું મોડું થઈ ગયું હતું, અને તે ઇમરજન્સી રૂમમાં મૃત્યુ પામી. તેણીએ એટલું બધું સહન કર્યું કે તે ક્યારેક પીડાથી રડતી અને સૂઈ જતી. પરંતુ હવે તે સ્વર્ગમાં તેના પિતા સાથે છે, જ્યાં તેને હવે કોઈ પીડા કે આંસુ અનુભવતી નથી."
યાની માતાએ આગળ લખ્યું, "જેઓ તેને જાણતા હતા અને વિશ્વાસ નથી કરી શકતા કે તે ગઈ છે, કૃપા કરીને જાણજો કે તે હવે શ્રેષ્ઠ સ્થાને છે. હું જાણું છું કે તે તમારા બધાની સંભાળ રાખી રહી છે. તેના જીવનકાળ દરમિયાન તેને પ્રેમ કરનાર અને તેની સંભાળ રાખનાર દરેકનો આભાર. 30 વર્ષથી તેની માતા તરીકે, હું તેને ખૂબ જ યાદ કરું છું અને મારુ દિલ તૂટી ગયુ છે. મને એક વાતની શાંતિ છે કે તે હવે પીડાઈ રહી નથી. તમારા બધાને પ્રેમ અને આશીર્વાદ."
જોનાસ ફેમિલીએ માયાના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
માયા કિબેલનો જોનાસ બ્રધર્સ - કેવિન જોનસ, જો જોનસ અને નિક જોનસ સાથે ઊંડો સંબંધ હતો. તે તેમની પડોશી અને બાળપણની મિત્ર હતી. પરિવાર તેમને પ્રેમથી બહેન કહેતુ હતુ. જે તેમના સંબંધોની ઊંડાઈ વ્યક્ત કરે છે. નિક જોનાસની પત્ની પ્રિયંકા ચોપડા પણ માયાના પરિવારની નિકટની માનવામાં આવે છે.
શુ છે વિલ્સન ડિસિઝ ?
વિલ્સન રોગ એક દુર્લભ આનુવંશિક વિકાર છે જેમાં શરીર વધારાનું કૉપર યોગ્ય રીતે દૂર કરી શકતું નથી. આના કારણે લીવર, મગજ અને આંખો જેવા અંગોમાં કૉપર એકઠું થાય છે, જે ગંભીર અને જીવલેણ બીમારી તરફ દોરી જાય છે. જો રોગ આગળ વધે છે, તો તે લીવર ફેલ્યોર અથવા સિરોસિસનુ કારણ બને છે, જેને ઘણીવાર લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે.