વિધાનસભા ચૂંટણી - બપોરે 1 વાગ્યા સુધી રાજસ્થાનની 199 સીટો પર 41% અને તેલંગાનાની 119 સીટો પર 50% મતદાન

શુક્રવાર, 7 ડિસેમ્બર 2018 (13:50 IST)
.જયપુર. રાજસ્થાન વિધાનસભાની 200માંથી 199 સીટો માટે શુક્રવારે સવારે 8 વાગ્યાથી મતદાન ચાલુ છે. અલવર જીલ્લાની રામગઢ સીટ પર બસપા ઉમેદવાર લક્ષ્મણસિંહના નિધનને કારણે ચૂંટણી ટાળી દેવામાં આવી છે. બપોરે 1 વાગ્યા સુધી 41.53% વોટિંગ થઈ ચુક્યુ છે. મતદાન કેન્દ્ર પર લોકોની લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે. 

- મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ઝાલરાપાટનમાં વોટ નાખ્યો.  અહી મહિલાઓ માટે સ્પેશયલ પિંક બૂથ બનાવ્યુ છે. રાજેએ કહ્યુ હુ શરદ યાદવના નિવેદનથી અપમાનિત અનુભવી રહ્યો છુ.   ભવિષ્યમાં આવુ ન થાય એ માટે ચૂંટણી પંચે તેમના નિવેદનને સંજ્ઞાન લેવુ જોઈએ. શરદે બુધવારે રાજસ્થાનના દૌસા જીલ્લાના મંડાવરની સભામાં કહ્યુ હતુ કે વસુંદર્હારાને આરામ આપો.. તે ખૂબ થાકી ગઈ છે . જાડી થઈ ગઈ છે.. પહેલા પાતળી હતી. 
 
- જયપુર સ્થિત બૂથ પર વોટ નાખવા પહોંચેલા સચિવ ડીબી ગુપ્તાને ઈવીએમમાં ખરાબીને કારણે લગભગ 20 મિનિટ સુધી રાહ જોવી પડી. બીજી બાજુ બીકાનેરમાં વોટ નાખવા  પહોંચેલ કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ ઈવીએમમાં ખરાબીને કારણે વોટ ન નાખી શક્યા.  
 
બીજી બાજુ કોંગ્રેસ નેતા સચિન પાયલોટે કહ્યુ કે ચૂંટણી જીત્યા પછી જ મુખ્યમંત્રી નક્કી કરશે.  કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં મુખ્યમંત્રી ઉમેદવારનુ નામ નક્કી નથી કર્યુ. ચૂંટ્ણી પ્રચારની કમાન પાયલોટ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહર્લોટના હાથમાં રહી.  બીજી બાજુ તેલંગાનાની 119 સીટો પર બપોરે 1 વાગ્યા સુધી  50% ટકા મતદાન થયુ. 

રાજસ્થાન - 1 વાગ્યા સુધી 41% વોટિંગ, મુખ્ય સચિવને ખરાબ ઈવીએમને કારણે 20 મિનિટ સુધી રાહ જોવી પડી 
 
તેલંગાણા : AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કર્યું મતદાન
 
રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબ ચંદ કટારિયાએ ઉદયપુરમાં મતદાન કર્યું.
 
કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદના દાવેદાર કોણ? આ મુદ્દે કોંગ્રેસના નેતા સચિન પાયલોટે કહ્યું, ચૂંટણીમાં અમારી પાર્ટીને બહુમત મળ્યાં બાદ આ મામલે સાથે બેસીની વાત કરીશું.
 
તેલંગાણામાં સવારે 9 વાગ્યા સુધીમાં 8.97 ટકા મતદાન.
 
રાજસ્થાન : કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે જયપુરના વૈશાલી નગરમાં મતદાન કર્યું.
 
રાજસ્થાનમાં અનેક ઠેકાણે ઈવીએમમાં ખામી સર્જાતા ચિત્તોડગઢ, અજમેર, વિજયનગરમાં ના થઈ શક્યું મતદાન. સરદારપુરમાં પણ એક બુથ પર મતદાન ના થઈ શક્યું.
 
રાજસ્થાન : ઝાલરાપાટણમાં મતદાન કરવા પહોંચ્યા મુખ્યમંત્રી વસુંધરા રાજે.
 
ભાજપના નેતા જી કિશન રેડ્ડીએ હૈદરાબાદના કાચીગુડીમાં મતદાન કર્યું.
 
રાજસ્થાના ઝાલાવરમાં પોલિંગ બુથ ગુલાબી કલરથી સજાવવામાં આવ્યું. અહીં તમામ કર્મચારી પણ મહિલાઓ.
 
તેલંગાણા : બેડમિંટન સ્ટાર પીવી સિંધૂ અને પૂર્વ બેડમિંટન સ્ટર અને કોચ પુલેલા ગોપીચંદે તેલંગાણામાં મતદાન કર્યું.
 
તેલંગાણા : જાણીતા અભિનેતા અલ્લુ અર્જુન મતદાન કરવા હૈદરાબાદના જૂબલી હિલ્સ પહોંચ્યા. તમામ કલાકારો લાઈનમાં ઉભા રહીને મતદાન કરતા નજરે પડ્યાં.
 
તેલંગાણા : જાણીતા ફિલ્મ અભિનેતા અક્કિકેનીએ નાગાર્જુન, તેમની પત્ની-અભિનેત્રી અમાલા અક્કિકેનીએ મતદાન કર્યું.
 
રાજસ્થાન : રાજ્યના ગૃહમંત્રી ગુલાબ ચંદ કટારિયાએ મતદાન પહેલા શિવ મંદિરમાં પૂજા કરશે.
 
નક્સલ પ્રભાવિત વિસ્તારમાં 13 બેઠકો પર સાંજે 4 વાગ્યા સુધી જ મતદાન.
 
તેલંગાણામાં 119 અને રાજસ્થાનમાં 200 બેઠકો માટે મતદાન શરૂ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર