રાજસ્થાન વિધાનસભા ચૂંટણી - હિન્દુસ્તાનના ભાગલા થયા એ સમયે કોંગ્રેસની ભૂલને કારણે કરતારપુર પાકિસ્તાનમાં જતુ રહ્યુ - નરેન્દ્ર મોદી

મંગળવાર, 4 ડિસેમ્બર 2018 (14:17 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે અહી એક ચૂંટણી સભામાં ભારત-પાકિસ્તાન ભાગલા સમયની કોંગ્રેસની ભૂલો ગણાવી. તેમણે કહ્યુ કે તેમની ભૂલોમાંથી એક કરતારપુર છે. ગુરૂ નાનક દેવની ભૂમિ ભાગલા સમયે પાકિસ્તાન જતી રહી. કારણ કે કોંગ્રેસે તેના પર ધ્યાન ન આપ્યુ. 
 
મોદીએ કહ્યુ કે ભાગલા સમયે જો કોંગ્રેસ નેતાઓમાં આ વાતની થોડી પણ સમજદારી સંવેદનશીલતા અને ગંભીરતા હોત તો ત્રણ કિલોમીટરના અંતરે આપણુ કરતારપુર આપણાથી અલગ ન હોત. સત્તાના મોહમાં કોંગ્રેસ પાર્ટીએ એટલી ભૂલો કરી છે જેને આજે આખા દેશને ભોગવવુ પડી રહ્યુ છે.  મોદી સરકારે તાજેતરમાં કેબિનેટ બેઠકમાં કરતારપુર કૉરિડોર બનાવવાને મંજુરી આપી.  તેનુ નિર્માણ ગુરદાસપુરના ડેરા બાબા નાનકથી પાકિસ્તાન સાથે જોડાયેલ આંતરરાષ્ટ્રીય સીમા સુધી  કરવામાં આવશે. બીજી બાજુ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા સુધી આ કૉરિડોરનુ નિર્માણ કરશે. 
 
મોદીએ કરતારપુરનો ઉલ્લેખ કેમ કર્યો ?
 
પ્રધાનમંત્રી મોદીએ આ સભાથી શ્રીગંગાનગર અને હનુમાનગઢ જીલ્લાની 11 સીટોને કવર કરી. આ ક્ષેત્ર પંજાબ બોર્ડર સાથે જોડાયેલુ છે. અહી શિખ સમુહનો સારો પ્રભાવ છે.  
 
મોદીએ કહ્યુ 0 1947માં કોંગ્રેસને કેમ યાદ ન આવ્યુ કરતારપુર 
 
1947માં જ્યારે ભારતનુ વિભાજન થયુ તો રાજગાદીમાં બેસવાની એટલી ઉતાવળ હતી કે મુસલમાનોને ઈસ્લામના નામ પર અલગ દેશ જોઈતો હતો. તેમનો એજંડા સાફ હતો. એ સમયે નીતિના નિર્ધારકોથી ભૂલો થઈ. તેનુ જ પરિણામ છે કે ગુરૂનાનક દેવની કર્મભૂમિ કરતારપુર સાહેબ પાકિસ્તાનમાં જતુ રહ્યુ. 
 
- આજે જો કરતારપુર કૉરિડોર બની રહ્યુ છે તો તેનુ ક્રેડિટ મોદીને નહી પણ દેશની જનતાના વોટને જાય છે. 
 
- 70 વર્ષ સુધી કોંગ્રેસ સત્તામાં રહી. લડાઈઓ પણ લડી.  લાહોરમાં ઝંડો લહેરાવવાની વાત થઈ. નાનકના ચરણોમાં માથુ ટેકવાનો પ્રબંધ ન થયો.  365 દિવસ જ્યારે કોરિડોર બની જશે તો કોઈપણ હિન્દુસ્તાની આરામથી કરતારપુર જતો રહેશે.  માથુ ટેકીને ચાલ્યો આવશે.  એ પૂછવુ જોઈ કે તમને 1947માં કરતારપુર હિન્દુસ્તાનમાં હોવુ જોઈએ એ યાદ કેમ ન આવ્યુ.  એ જે પણ કરીને ગયા મારા નસીબમાં જ આવ્યુ છે. તેનુ ક્રેડિટ કોનુ છે ?
 
નામદાર કહેશે લીલા મરચાની નહી.. લાલ મરચાની ખેતી કરો  
 
નામદાર ખોટુ બોલીને ખેડૂતોનુ અપમાન કરે છે. તેમા તેઓ માહિર છે. આ નામદારને કોઈ કહી દે કે લીલા મરચાના ખેડૂતોને ઓછા પૈસા મળે છે અને લાલ મરચાના ખેડૂતોને અધુ.  તો તે ભાષણ આપશે કે ખેડૂતોએ લીલા નહી પણ લાલ મરચાની ખેતી કરવી જોઈએ. 
 
 
પાંચ વર્ષ પહેલા છાપામાં હેડલાઈન જોવા મળતી હતી. આજે કોલસામાં આટલો ઘોટાળો થયો.. 2જીમાં કૌભાંડ થયુ, પનડુબ્બીમાં કૌભાંડ થયુ... આણે ચોરીએ કરી.. તેણે લૂટી લીધો. આવા જ સમાચાર હતા. આજે સરકાર બનીને ચાર વર્ષથી વધુનો સમય થયો છે. હવે આવા સમાચાર નથી આવતા. દેશના પૈસાની લૂંટ બંધ થઈ ગઈ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર